રાજકોટમાં હોટેલમાં જમવાના બહાને 11 વર્ષની બાળકીને ઝાડીમાં લઈ શારીરિક સુખ માણ્યું પછી યુવતીને કરી એવી હાલત કે જાણી તમારા રુવાડા ઊભા થઇ ગયાં..

વિદ્યાર્થિનીએ સાયકલ ઉપર ટ્યુશન જવા નીકળી હતી તે દરમિયાન અપહરણનો ભોગ બની હતી તેમ જણાવ્યું હતું. પોલીસની તપાસમાં વિદ્યાર્થિનીની સાયકલ મળતી નથી તેમજ સીસીટીવીમાં પણ આગળ કોઈ જગ્યાએ સાયકલ કે વેન જોવા મળી ન હતી.13 વર્ષિય વિદ્યાર્થિનીએ પોતાની કેફીયતમાં એવી પણ વાર્તા બનાવીને કહી હતી કે, વેનની અંદર વધુ ત્રણ બાળકો પણ હતા. જે પૈકી એક બાળકીનું નામ આતીફા હોવાનું પણ તેણે જણાવ્યું હતું અને તે બાળકી ત્રણ દિવસથી તે વેનમાં અપહરણ કર્તાઓની ચુગલમાં હોવાનું પણ તેણે જણાવ્યું હતું. અન્ય બાળકોના મોઢે ટેપ મારેલી હતી તેમ કહી વાર્તા બનાવી હતી.

સુરત શહેરમાં 11 વર્ષની બાળાને વેસુથી ઉપાડી ડુમસની ઝાડીઓમાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે હવે પોલીસે ઝડપી કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સામે આવેલી વિગતો અનુસાર મકાઈ વેચતી મહિલાએ આ બાળાને બચાવી લેતા પોલીસ કમિશ્નર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 35 વર્ષના નરાધમે બાળાને મેગીની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો. આ નરાધમે જ્યારે રસ્તા કિનારે ઉભેલ મહિલા દુકાનદારને ‘અહીં પોલીસ આવે છે’ એવું પૂછતાં મહિલાને શંકા ગઈ હતી. મહિલાએ હોમગાર્ડ‌્સને બોલાવી આરોપીને ડુમસ પોલીસને સોંપી દેવાયો હતો. વેસુ પોલીસે અપહરણ-પોક્સોનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આમ સુરતના ડુમસ ચોપાટી ગોલ્ડન બીચ પર મક્કાઇ વેચતી મહિલાની સમયસૂચકતાને કારણે 11 વર્ષની બાળકી બળાત્કારનો ભોગ બનતા બચી છે. વેસુના નેપાળી દંપતિની 11 વર્ષની દીકરીને એક ઈસમે હોટેલમાં જમવા લઈ જવાની લાલચ આપી બાઇક પર ડુમસ લઈ ગયો હતો. તેણે ચાલુ બાઇકે અપડલાં પણ કર્યાં હતાં. ચોપાટી ગોલ્ડન બીચ પર ઝાડીમાં લઈ જઈ નરાધમ રેપ કરવાનો હોય એવી મક્કાઈ વેચતી મહિલાને આશંકા ગઈ હતી.

બીજી તરફ મહિલાને બાળકીની ઉંમર જોઇને પણ શંકા જતાં તેમણે એક હોમગાર્ડને આ અંગે જાણ કરી હતી. હોમગાર્ડે ડુમસ પીઆઈ અંકિત સોમૈયાને જાણ કરતાં તેમણે નજીકની ચોકીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વર બબાને જાણ કરી હતી. પોલીસ કોન્સ્ટેબલ ઈશ્વર ભાઈએ તાત્કાલિક બીચ પર દોડી આવી નરાધમને પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછપરછ કરી હતી. જેમાં બાળકી અને આરોપી બંનેના નિવેદનો વિરોધાભાસી આવ્યા હતા. આથી પોલીસે ઉપરી અધિકારીને પણ જાણ કરી હતી.

પછી બાળકીના પરિજનોને બોલાવાયા હતા, જેમાં ખબર પડી હતી કે, આરોપી બાળકીને જમવાની લાલચ આપી વેસુથી બાઇક પર બેસાડી લાવ્યો હતો. પોલીસે શી-ટીમની સાથે બાળકીને વેસુ પોલીસ સ્ટેશને મોકલી હતી, જ્યાં બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે દીપક સત્યનારાયણ ચાવલા સામે છેડતી અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ગુનામાં વપરાયેલી બાઇક પણ કબજે લીધી છે. આરોપી અપરિણીત છે અને મજૂરીકામ કરે છે.

આ અંગે મહિલા દુકાનદારે કહ્યપું કે, ગત સોમવારે સવારે 10.30 વાગ્યાના અરસામાં એક યુવક અને એક બાળકી મારી લારી પર આવ્યા હતા. આ સમયે હું લારીની સાફ-સફાઈ કરતી હતી. યુવકે મોઢા પર રૂમાલ બાંધેલો હતો. યુવકે મને પૂછયું કે માસી, અહીં પોલીસવાળા ફરે છે મહિલાએ કહ્યું કે હા. 2 હોમ ગાર્ડ આવતા રહે છે અને 2 પોલીસ અંદર પણ હોય છે. આવા પ્રશ્નથી મહિલાને આશંકા ગઈ અને મહિલાએ યુવકને બાળકીની ઉંમર પૂછી તો તેણે 20 વર્ષની કહી હતી.

આથી મહિલાએ કહ્યું કે, ખોટું ન બોલ. છોકરી નાની છે. અહીં કેમ લઈ આવ્યો તો આરોપીએ કહ્યું, માસી ફરવા આવ્યા છીએ. જો કે તે છોકરીને ઝાડીમાં આવવા બળજબરી કરતો હતો અને છોકરી ના પાડતી હતી. તેણે દુકાનદાર મહિલાને કહ્યું કે માસી મેગી બનાવી આપો. ત્યાર બાદ શંકા જતા મહિલા દુકાનદારે હોમ ગાર્ડ કિરણભાઈને આ ઘટના કહી. હોમગાર્ડે બાળકી વિશે યુવકને પૂછતાં તે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી હોમગાર્ડએ ડુમસ પોલીસને જાણ કરી હતી અને બાદમાં તેની અટકાયત કરવામાં આવી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *