સુરતમાં AAPની કોર્પોરેટર પાયલ સાકરિયા ધ્રુસકે ધ્રુસકે રડી મોટાં માથાંના માણસોએ વાઇરલ કર્યા મારા મોર્ફ કરેલા બીભત્સ ફોટા ઘરે જો મા-બહેન સાથે આવું થયું હોય તો…જોવો

આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલાં સુરત મહાનગરપાલિકાના સૌથી નાની ઉંમરનાં કોર્પોરેટર એવાં 23 વર્ષીય પાયલ સાકરિયાએ તાજેતરમાં એક વીડિયો દ્વારા ભાજપ પર ફોટો મોર્ફ કરીને વાઇરલ કરવાના આક્ષેપો કર્યા હતા. પાયલ સાકરિયાના ફોટા સોશિયલ મીડિયામાં મુકાતાં વિવાદ ઊભો થયો છે. પાયલ સાકરિયાનો તેના જ સાથી અભિનેતા સાથેનો શૂટિંગ દરમિયાનનો એક ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો. ત્યાર બાદ નીચે કોમેન્ટો લખવામાં આવી અને ત્યાર બાદ ન્યૂડ ફોટો પણ મૂકવામાં આવ્યા હતા, જેને પગલે દિવ્ય ભાસ્કરે પાયલ સાકરિયા સાથે ખાસ વાતચીત કરી હતી.

કોર્પોરેટર પાયલ સાકરિયા પોલિટિશિયનની સાથે સાથે એક્ટ્રેસ પણ છે. આમ આદમી પાર્ટીમાં જોડાતાં પહેલાં તેમણે અનેક નાની-મોટી ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી આલ્બમમાં પણ કામ કર્યું છે. તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે રાજકીય પાર્ટીમાં જોડાતાં પહેલાં અનેક ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરતી વખતના ફોટોઝનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં તેમની સામેના એક્ટર દ્વારા પાયલ સાકરિયાને ગુલાબનું ફૂલ આપતા હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો છે. ત્યાર બાદ સમગ્ર વિવાદ શરૂ થયો હતો.

પાયલ સાકરિયા વિધાનસભાની ચૂંટણી છે, જેને કારણે મને બદનામ કરવા કોઈ કસર બાકી રાખી નથી. કહેવાય છે કે તેમણે સામ, દામ, દંડ, ભેદ બધું અપનાવે છે, પરંતુ આમાં એટલી બધી હલકાઈ તો ના જ હોવી જોઇએ. મુદ્દાની રાજનીતિ કરો. કામની રાજનીતિ કરો. આટલાં વર્ષોથી કામ કર્યું છે તો કામ લઈને આવો ને પણ આ એટલા હલકી માનસિકતાવાળા લોકો હતા એનો મને ક્યારેય અંદાજ નહોતો.

હવે મને ખબર પડી કે રાજનીતિમાં કેમ મહિલાઓ ઓછી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આવાં કારણોસર તેને દબાવવામાં આવી છે. જ્યારથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ ત્યારથી પૈસાથી, ડરાવી-ધમકાવી, બદનામ કરવાના પ્રયાસો કરી ભાજપમાં જોડવાની ટ્રાય કરી છે. મારી અત્યારસુધી ના હતી, પણ અરવિંદ કેજરીવાલનાં દિલ્હીનાં કામ જોઈને હું જોડાઈ હતી. ભાજપના આઇટી સેલ દ્વારા અત્યારસુધી અભદ્ર ભાષામાં કોમેન્ટને એવું બધું થતું હતું, પરંતુ મને એમ હતું કે આ રાજકારણ છે, આ લોકો બદનામ કરશે.

પાયલ સાકરિયાજે ફોટા વાઇરલ કરવામાં આવ્યા છે એનું હું દુઃખ વ્યક્ત નહીં કરું શકું, કારણ કે આ લોકોએ એક હદ વટાવી દીધી છે. હું જ્યારે શૂટિંગ કરતી તેના ફોટો ફેસબુક પેજ પર નાખીને આ લોકોએ કોમેન્ટમાં કોઈ બીજાનો ન્યૂડ ફોટો લઈને તેનો ફેસ હાઇડ કરીને તેના પર એક એપલનું સ્ટિકર લગાડી દેખાડવાની કોશિશ કરી કે પાયલ સાકરિયાનો વીડિયો ટૂંક સમયમાં આવે છે. કામથી ના લડી શક્યા એટલે સીધા ઇજ્જત પર આવી ગયા. એક મહિલા માટે તેમની ઇજ્જત જ સર્વસ્વ હોય છે, પરંતુ આ લોકોને નહીં સમજાય, કેમ કે તેમની ઘરે જો મા-બહેન સાથે આવું થયું હોય તો તેમને ખબર પડે. મને એટલું દુઃખ થાય છે કે તેની કોઈ લિમિટ નથી.

વધારો દુઃખ તો એટલે થાય છે, કેમ કે ગુજરાતમાં હું એવા લોકો સામે લડી રહી છું જે રાજકારણને પોતાની જાગીર જ સમજે છે. કોઈની મા-બહેન સામે કોઈપણ કોમેન્ટ કરી શકે, તેને નીચી પાડવાની ટ્રાય કરી ગમે તે કરી શકે. કાયદો અને વ્યવસ્થા એટલાં તો કથળી ગયાં છે કે મેં આખો દિવસ ફરિયાદ નોંધાવવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાયબરમાં, પછી પુણા પોલીસ સ્ટેશનમાં ગઈ, પણ ફરિયાદ ન નોંધાણી. આજે વિચાર કરો હું એક કોર્પોરેટર તરીકે બીજા માટે લડતી હોય ત્યારે જો મારી ફરિયાદ નોંધવાની આવે તો મારી ફરિયાદ નોંધાતી નથી, આનાથી મોટી કઈ વાત હોઈ શકે.

અત્યારનો રાજકીય અંગે શું લાગે છે તમનેપાયલ સાકરીયાઆ લોકો કામથી ના હરાવી શક્યા અને એ લોકો હાર ભાળી ગયા છે, એટલે તો હલકાઈ પર આવી ગયા છે. આ લોકોની સાથે આવા ગુંડાઓ જ રહે છે અને તેમની સાથે રહેતા લોકો જો નારીઓને ખુલ્લેઆમ બદનામ કરી શકતા હોય તો લોકો માટે શું કરી શકવાના હતા.

પાયલ સાકરિયા ભાજપનું સોશિયલ મીડિયા છે. જે તમામ લોકો કોમેન્ટ કરી રહ્યા છે, જેના આધારે કહી શકીએ કોણ કરાવતું હશે, બાહ્ય રીતે વાર નથી કરી શકતા તો હલકી કક્ષાની રાજનીતિ પર ઊતરી આવ્યા છે આ લોકો.

જો ભાજપ પોતાને મહાન સમજતી હોય અને મહિલાઓની ઇજ્જત કાઢીને જો જીતવા માગતી હોય તો એવું ક્યારેય નહીં થાય, આ ગુજરાતની જનતા છે.
જો ભાજપ પોતાને મહાન સમજતી હોય અને મહિલાઓની ઇજ્જત કાઢીને જો જીતવા માગતી હોય તો એવું ક્યારેય નહીં થાય, આ ગુજરાતની જનતા છે.
દિવ્ય ભાસ્કરઃ તેમના જ માણસો છે એવું કઈ રીતે કહી શકાય?

પાયલ સાકરિયાઃ સોશિયલ મીડિયાની મીટિંગમાં આ લોકો મળતા હોય છે. તેમના અનેક ફોટા હોય તો એક વાત સમજો, તેમની સાથે રહેતા માણસો હોય તો તેમને ના ખબર હોય? આમ તો તેઓ નારી સન્માનની વાતો કરતા હોય છે, તો હવે આ લોકો નારીઓનું અપમાન કરે છે તો કેમ ચૂપ થઈ જાય છે?

પાયલ સાકરિયાએ જ તો સમજાતું નથી. તેમને ઉમેદવારો સાથે કંઈ લાગતુંવળગતું નથી. આ પહેલાં પણ કોર્પોરેટરોને તોડ્યા છે અને ભાજપમાં લઈ ગયા છે અને કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ અત્યારસુધી કર્યો છે. મેં મારો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો, પણ આ પહેલાં તેમણે મને કેટલીવાર ઓફર આપવાનો પ્રયાસ કર્યો એવો અનુભવ પણ ક્યારેય શેર કર્યો નહોતો. હાર ભાળી ગયા છે એટલે આવું કરે છે. રાજનીતિ કરો એની ના નથી, પરંતુ ગુજરાતીઓ અને હિન્દુ સંસ્કૃતિમાં આવું કલ્ચર નથી. જો ભાજપ પોતાને મહાન સમજતી હોય અને મહિલાઓની ઇજ્જત કાઢીને જો જીતવા માગતી હોય તો એવું ક્યારેય નહીં થાય, આ ગુજરાતની જનતા છે, ક્યારેય માફ નહીં કરે. આજે હું બોલું છું, કાલે હજારો દીકરીઓ લડશે ત્યારે આ લોકો કોનું મોઢું બંધ કરશે.

પાયલ સાકરિયાસતત પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી રહી છું, પરંતુ હજી સુધી(6 નવેમ્બરની સાંજ સુધી) મારી ફરિયાદ લેવામાં આવી નથી. કંટ્રોલરૂમમાં પણ મેં ફોન કર્યો હતો, ત્યાર બાદ મને કહેવામાં આવ્યું કે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાશે. સાઇબર ક્રાઇમના એસીપી સાથે વાત થતાં તેમણે કહ્યું હતું કે પુણા પીઆઈને હું બોલાવું છું અને વિગત જાણીને ત્યાર બાદ ફરિયાદ અંગે તમને જાણ કરું છું.

હિન્દી ગુજરાતી આલ્બમોમાં કામ કર્યું છેપાયલ સાકરિયાએ અત્યારસુધીમાં 50 કરતાં વધુ આલ્બમમાં કામ કર્યું છે. હિન્દી અને ગુજરાતી બન્ને આલ્બમોમાં તેણે કામ કર્યું છે. તેમણે એક મૂવીમાં પણ પોતે અભિનેત્રી તરીકે કામ કર્યું છે, પરંતુ લાકડાઉનના કારણે એ મૂવી રિલીઝ થઈ શકી નથી. ગુજરાતી મૂવીમાં તેમણે પોતાનો અભિનય આપ્યો છે. થોડા દિવસો બાદ ગુજરાતી મોટા બેનરની ફિલ્મમાં પણ તે કામ કરે એવી શક્યતા છે, એ બાબતે પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સાથે વાત અંતિમ તબક્કામાં છે.

પાયલ પાસે માત્ર 1.42 લાખની મિલકતપાયલ કિશોરભાઈ સાકરિયા વોર્ડ નંબર 16માંથી આમ આદમી પાર્ટીની ઉમેદવાર હતી. તેની ઉંમર માત્ર 22 વર્ષ છે. તે સુરત શહેરના સૌથી ઓછી વયની ઉમેદવાર હતી. પુણા પશ્ચિમ વોર્ડ નંબર 16માંથી પાયલ સાકરિયા સહિત આમ આદમી પાર્ટીની પેનલ સાથે વિજય થયો છે. પાયલ પુણા વિસ્તારમાં આવેલી સકર્તા સોસાયટીમાં પરિવાર સાથે રહે છે અને 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે તેની પાસે મિલકતમાં માત્ર 92 હજાર રૂપિયા અને 50 હજારની કિંમતનાં ઘરેણાં છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *