આ રાજ્યમાં બે દોસ્તો દોસ્તના લગ્નમાં સાડી પહેરીને પહોંચ્યાં બે મિત્ર, દુલ્હા-દુલ્હને આપ્યું ગજબનું રિએક્શન જોવો વીડિયો થયો વાયલર
લગ્નમાં સૌથી વધારે આનંદ તો દુલ્હાના દોસ્તોને આવતો હોય છે અને તેઓ પણ આ ખુશીના પ્રસંગની દરેક ક્ષણને માણી લેતા હોય છે અને છવાઈ જતા હોય છે. અમેરિકાના મિશનગ રાજ્યના એક શહેરના બે દોસ્તો તેના મિત્રના લગ્નને ખૂબસુરત અને યાદગાર બનાવી દીધો.
સાડી અને માથે બિંદી લગાવીને પહોંચ્યાં બે મિત્રો ખરેખર વાત એવી છે કે બે યુવકોએ મિત્રના લગ્નમાં જવા માટે કંઇક અલગ કરવાનું વિચાર્યું અને તેમણે સાડી પહેરી હતી. વીડિયોમાં, તમે જોઈ શકો છો કે એક મહિલા તે છોકરાઓને સાડી પહેરવામાં મદદ કરે છે.
સુંદર અને તેજસ્વી સાડી પહેર્યા બાદ બંને મિત્રના લગ્નમાં જવા તૈયાર થયા હતા. તેણે કપાળ પર બિંદી પણ લગાવી હતી. આ પછી, તેણે આ નવા લુકમાં એક મિત્ર પાસે જવા માટે હા પાડી. શિકાગોના મિશિગન એવન્યુ પર ચાલતા ચાલતાં ચાલતાં તે પોતાના મિત્ર પાસે પહોંચ્યા હતા.
દુલ્હા અને દુલ્હન હસીહસીને લોટપોટ જિગરી મિત્રોને સાડીમાં આવેલા જોઈને દુલ્હા અને દુલ્હન તો ઘડીવાર તાકતા રહી ગયા હતા અને પછી તો હસી હસીને ગોટે વળી ગયા હતા. દુલ્હા અને દુલ્હનને પણ તેમનો આ અલગ અંદાજ ખૂબ પસંદ આવ્યો હોવાનું લાગતું હતું. દુલ્હાએ બન્ને મિત્રોનો ખૂબ સત્કાર કર્યો હતો.
4 લાખથી વધુ વખત જોવામાં વીડિયો સાડી પહેરેલા છોકરાઓનો આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પેરાગોનફિલ્મ્સ નામના આઈડી સાથે શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 39 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો