સુરતમાં ડુમસ બીચની દિવસે પ્રવાસીઓ અને રાતે ભૂતોનો વાસ, ગુજરાતના આ સ્થળે રાત્રે થાય છે પ્રેતઆત્માઓના ખેલ

ઘણીવાર લોકો રજાઓ ગાળવા દરિયાકિનારા પર જાય છે અને જો કોઈ તમને કહે કે બીચ પર ભૂત અને ડાકણોનો ત્રાસ છે, તો શું તમે ત્યાં જવાનું પસંદ કરશો? આવી જ એક કહાની છે ડુમસ બીચની, જે દિવસે સુંદર અને રાત્રે ભૂતોનું ઘર માનવામાં આવે છે, અહીં ફરવા આવતા લોકો દિવસભર ત્યાં મસ્તી કરે છે અને રાત્રે ભાગી જાય છે કારણ કે બધા ડરી જાય છે.

આ દુનિયા રહસ્યોથી ભરેલી છે. કેટલાક રહસ્યો અચંબામાં મૂકી દે તેવા છે. ત્યારે આજે ગુજરાતના એક એવા સ્થળ ની વાત કરીએ જે રહસ્યોથી ભરેલી છે. આમ તો આ જગ્યા વિશે તમે ઘણુ સાંભળ્યુ હશે. પણ હકીકત એ છે કે, રહસ્યમયી આ જગ્યા પર આજે પણ સેંકડો પ્રવાસીઓ ફરવા જાય છે. પ્રવાસીઓમાં આ જગ્યા પર ફરવાનો કોઈ ડર નથી.

આ જગ્યાનુ નામ છે ડુમસ બીચ જે સુરતમાં આવેલો છે. સુરતના સ્થાનિક લોકોનું માનીએ તો, આ સ્થળ પર પ્રેતઆત્માઓ હોવાનો દાવો છે. આ રહસ્યમયી બીચ સુરત શહેરમાં આવેલો છે. જ્યાં અનેકવાર પેરાનોર્મલ ઘટનાઓ બનતી રહે છે. જેને કારણે આ બીચ સતત ચર્ચામાં રહેતો હોય છે. હંમેશા સોશિયલ મીડિયા પર આ બીચની ચર્ચાઓ થતી રહે છે. આ ભૂતિયા બીચને લઈને લોકોમાં અનેક પ્રકારની માન્યતા છે, કેટલાય કિસ્સાઓ પ્રચલિત છે. પણ, ખાસ વાત એ છે કે, આ બીચનો નજારો આકર્ષિત અને સુંદર છે, જેથી અહી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા રહે છે.

રોજ આ બીચ પર કોઈને કોઈ રહસ્યમયી ઘટના આકાર લેતી હોય છે, છતાં અહી પ્રવાસીઓ ઉમટી પડે છે. અનેક લોકો અહી ભૂતપ્રેત હોવાનો ઉલ્લેખ કરે છે. આ જગ્યા પર અનેક લોકોએ અજીબોગરીબ રહસ્યમયી અવાજ સાંભળવા મળે છે. કેટલાક રિપોર્ટ તો એવા છે કે, આ બીચ પર રાત્રે ફરવા ગયેલા ટુરિસ્ટ આજદિન સુધી પરત ફર્યા નથી.

ડુમસ બીચ અરબી સમુદ્રને અડીને આવેલો છે, આ બીચ ગુજરાતના સુરત શહેરથી લગભગ 20 કે 21 કિલોમીટરના અંતરે આવેલ છે. અહીંના લોકોનું કહેવું છે કે અંધારું થયા પછી આ બીચ પર ચીસો અને ચીસોના અવાજો આવવા લાગે છે, જે દૂરથી પણ સંભળાય છે. આ સાથે આ બીચ તેની રેતીના કારણે પણ ખૂબ પ્રખ્યાત છે, હકીકતમાં અહીંની રેતી કાળી છે. લોકોનું કહેવું છે કે અહીંની કાળી રેતી દુષ્ટ આત્માઓને કારણે છે.

સ્થાનિક લોકોના અનુસાર, કહેવાય છે કે વર્ષો પહેલા આ બીચનો ઉપયોગ સ્મશાન તરીકે કરાતો હતો. જેથી આજે પણ અહી પ્રેત આત્માઓ ભટકતી રહે છે. આ કારણે રાત્રે અહી બીચનો રંગ કાળા રંગનો થઈ જાય છે. રાતના સમયે અહી કૂતરાઓનો સ્વભાવ બદલાઈ જાય છે. તેઓ પણ અજીબોગરીબ અવાજ કાઢવા લાગે છે.

આ જ કારણે સુરતના ડુમસ બીચનું નામ ભારતના મોસ્ટ વોન્ટેડ જગ્યાઓમાં સામેલ છે. દેશ દુનિયાના અનેક લોકો આ ડરાવના બીચને જોવા માટે આવે છે. તો રાતના સમયે બીચની આસપાસ કોઈ ભટકતુ નથી.

ડુમસ બીચ વિશે અહીંના લોકોનું કહેવું છે કે અહીં અજીબોગરીબ ઘટનાઓ બનતી રહે છે, લોકો તેમના પર વિશ્વાસ કરે છે અને અહીં જવાથી ડરે છે. અહીંના લોકોનું કહેવું છે કે આ બીચ પર આત્માઓનો વસવાટ છે. ભૂત અહીં રહે છે, અને ડરામણી વસ્તુઓ અહીં થાય છે.

મિત્રો, જો કે આ બીચ ખૂબ જ સુંદર છે, પરંતુ આ ભૂતની અફવાઓને કારણે આ બીચ સામાન્ય રીતે નિર્જન રહે છે. લોકો આની આસપાસ ભટકતા પણ ડરે છે. મિત્રો, આ બીચ વિશે વિજ્ઞાન પણ આજ સુધી જાણી શક્યું નથી કે આ બીચ વિશે શું સાચું છે અને શું ખોટું છે, પરંતુ અહીંના લોકો પૂરા વિશ્વાસ સાથે કહે છે કે આ બીચ દુષ્ટ આત્માઓથી ત્રસ્ત છે. એટલા માટે લોકો તેનાથી અંતર રાખે છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *