રાજકોટમાં હવસની હદ વટી પડતર મકાનમાં એક યુવતીને લઈ જઈ સતત એક વર્ષથી 5 હરામીઓ મજા આવે ત્યારે શરીર સુખ માણતા
આવા બનાવોના મૂળમાં ‘પુરૂષો જે સ્ત્રીઓનું શોષણ કરે છે’ અથવા ‘સ્ત્રીઓ જ મોટા ભાગે પુરૂષની હવસનો ભોગ બને છે,’ એવી લોકોના મનમાં ઘર કરી ગયેલી માન્યતા જવાબદાર છે. આવી માન્યતાઓનો જ ચાલાક અને ચપળ યુવતીઓ ગેરલાભ ઊઠાવવા લાગી છે. એને ખ્યાલ હોય છે કે બ્લેકમેઇલિંગનો ભોગ બનેલો પુરૂષ તેની સામેના આરોપો ખોટા છે એવું કહેવાનો
પ્રયાસ કરે તો પણ સામાન્ય પ્રજા તેની વાતમાં વિશ્વાસ નહીં કર અને જો વાત કાયદાની સીમા સુધી આવી પહોંચે તો તો સાંયોગિક પુરાવા છોકરીની તરફેણમાં જ હશે… માટે આવા સકંજામાં ફસાયેલો પુરૂષ ખિસ્સામાં જે કંઇ હશે, તે આપી દઇને પોતાની આબરૂ બચાવી લેવામાં જ પોતાનું હીત જોતો હોય છે.
ગુપ્તાનગર પહોંચીને છત્રસિંહે તેને સ્કૂટર પરથી ઉતરવા જણાવ્યું, પણ તેણે ઉતરવાની ધસીને ના પાડી દીધી. સ્કૂટર પર બેસી રહીને જ તેણે ધમકી આપતાં કહ્યું કે તેના ગજવામાં જેટલાં નાણાં હોય એ બધાં આપી દે, નહીં તો બૂમાબૂમ કરીને છેડતી કરવાનો તેમજ અપહરણ કરવાનો તેના પર આરોપ મૂકશે. પેલો ભાઇ પહોંચેલો હતો. તેણે ગભરાવાને બદલે સહેજ ઠંડા મગજથી પરિસ્થિતિ સંભાળી લઇને ઊલટાની એ છોકરીને વાતોમાં ભેળવીને સ્કૂટર સીધું જ વેજલપુર પોલીસસ્ટેશને લઇ લીધું. છોકરી એકદમ હાંફળી-ફાંફળી થઇ ગઇ, પણ પેલા સિક્યોરિટી ઓફિસરે તેને પોલીસને સોંપી દઇને તેની વિરુદ્ધમાં ફરિયાદ લખાવી દીધી.
મુંબઇના મલાડ વિસ્તારના રહીશ મુકેશ શાહ જોડે તાજેતરમાં બ્લેકમેઇલિંગનો એક બનાવ બની ગયો. પોતાની કાર લઇને એ ક્યાંક જતા હતા. રસ્તામાં ગુરુકૂળ પાસે એક નવયુવતીએ લિફ્ટ માગી. તેના ચહેરાના ભાવથી ભરમાઇને મુકેશભાઇએ ભોળા ભાવે તેને લિફ્ટ આપી દીધી. થોડો રસ્તો પસાર થયા પછી એણે મુકેશ ભાઇને ધમકી આપી કે તે દસ હજાર રૂપિયા નહીં
આપે તો બૂમાબૂમ કરીને તેને અપહરણ અને છેડતીના આરોપમાં ફસાવી દેશે. એ વખતે મુકેશભાઇ પાસે ફક્ત ૧૪૦૦ રૂપિયા જ હતા. એટલી રકમથી એ ન માની, તેથી છેવટમાં મુકેશભાઇએ ગળામાં પહેરેલી સોનાની ચેઇન પણ તેને સોંપી દેવી પડી. ઘણાએ એમને પોલીસમાં ફરિયાદ લખાવવાની સલાહ આપી, પણ આબરૂ જવાની બીકે તેમણે પોલીસમાં ફરિયાદ ન લખાવી…
લગભગ છ માસ પહેલાની વાત છે કારખાનામાં ચોકીદાર પૂરા પાડતા છત્રસિંહ પોતાના સ્કૂટર પર નવરંગપુરાથી નરોલ જતા હતા, ત્યારે મીઠાખળી અંડરબ્રિજના ટ્રાફિક પોઇન્ટ પરથી એક છોકરીએ લિફ્ટ માગી. તેમણે કહ્યું કે અત્યંત જરૂરી કામે તેને સરખેજ પહોંચવું હતું. પેલા ભાઇએ એ છોકરીને જણાવ્યું કે એ નરોલ જતા હતા એટલે ગુપ્તાનગર સુધી તેને લઇ જઇ શકશે, ત્યારે એ ત્યાં સુધી જવા તૈયાર થઇ ગઇ અને સ્કૂટર પર બેસી ગઇ.
પોલીસે એ છોકરીની જ્યારે પૂછપરછ કરી ત્યારે એેણે પોતાનું નામ મલ્લિકા જણાવ્યું. લોકો પાસે લિફ્ટ માગીને પછી ધાકધમકીથી પૈસા પડાવવાનો જ તેનો ધંધો હતો. એક વખત એ વડોદરામાં પણ પકડાઇ ગઇ હતી. પોલીસે તેને ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૮૫ હેઠળ ગિરફ્તાર કરી લીધી. આમ એ યુવાને બ્લેકમેઇલ થવાને બદલે પેલી છોકરીને જ પાઠ ભણાવ્યો.
કેટલીક યુવતીઓ આવા કામ કરતી વખતે પોતાની વાસના શાંત કરવાનો રસ્તો પણ શોધી લે છે. ભરપુર યુવાનીની સ્વાભાવિક માંગ, ઉત્તેજક ખાન-પાન અને કુછંદ તેમને વ્યભિચારિણી બનાવી દે છે અને મોકો મળતાં જ તે પોતાના શરીરના સોદા માટે પણ તૈયાર થઇ જાય છે. થોડા દિવસ પહેલાં એક કિસ્સો છાપામાં આવ્યો હતો કે
દિલ્હી યુનિવર્સિટી વિસ્તારમાંથી શ્યામબિહારી નામનો એક યુવક પોતાની કારમાં ક્યાંક જતો હતો ત્યારે ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષની એક વિદ્યાર્થિની કેતકીએ અંગૂઠાથી ઇશારો કરીને લિફ્ટ માગી. લિફ્ટ માગવાના આ અતિ પ્રચલિત સંકેતને માન આપીને શ્યામબિહારીએ તેને લિફ્ટ આપી. થોડા સમયમાં જ કેતકી શ્યામબિહારીની જૂની દોસ્ત હોય એટલી બધી તેની સાથે હળી ગઇ. પછી કેતકીએ પોતે જ સામે ચાલીને પોતાની જાત સોપવા માટે કોઇ ગેસ્ટહાઉસ કે હોટેલમાં રોકવાની દરખાસ્ત મૂકી.
સામાન્ય રીતે લિફ્ટ લઇને પ્રવાસ કરવો યુવતીઓ માટે જોખમી ગણાય છે. કેમ કે તેમાં છોકરીની છેડતી થવાના કિસ્સા વધુ બનતા હોય છે, પણ આજકાલ પરિસ્થિતિએ પલટો લીધો હોવાથી પોતાના વાહનમાં યુવતીને લિફ્ટ દેવાનો અર્થ પોતાના હાથે પોતાના પગ પર કુહાડો મારવા જેવો થાય છે. વાહન થોડે આગળ ગયા પછી આવી યુવતી વાહનના માલિકને ધમકી આપવા લાગે છે કે તેની પાસે જેટલી રોકડ રકમ હોય એ સોંપી દે, નહીં તો તે છેડતી, અપહરણ અને બળાત્કારના પ્રયાસ બદલ ફરિયાદ નોંધાવી દેશે.
જોકે તમામ પુરૂષ ચારિત્ર્યહીન નથી હોતા તેમ જ તમામ યુવતીઓ પણ બ્લેક મેલર જ હોય એવુંય નથી, પરંતુ આજકાલ મોટા ભાગના વાહનચાલકો સાવધ બન્યા છે. પરિણામે ખરેખર મુશ્કેલીમાં હોય એવી યુવતીઓને પણ લિફ્ટ આપવામાં આનાકાની કરતા હોય છે. કઇ યુવતી કેવા સ્વભાવ અને કેવી દાનતની હશે, એ જાણવું કપરું હોવાથી લિફ્ટ આપી જાણીજોઇને જોખમ વહોરવા કોઇ તૈયાર નથી થતું.
એક નિરીક્ષણ મુજબ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી યુવતી મોટે ભાગે ગરીબ ગાય જેવા ભાવ ચહેરા પર લાવીને ઊભી હોય છે. તેને જોઇને જ સહુકોઇ તેની મદદ કરવા પ્રેરાય છે, પરંતુ થોડી જ વારમાં એ કાચિંડાની જેમ પોતાનો રંગ બદલીને રીઢા ગુનેગારની માફક પોતાના શિકારને જાળમાં આબાદ ફસાવી દે છે.
બ્લેકમેઇલ કરતા પકડાઇ જવાશે તો પોતાની ભારે બદનામી થશે એ બાબતનો તેમને સહેજ પણ ડર નથી હોતો. ભોગેજોગે જો કોઇ અઠંગ ગુનેગારની ઝપટે આવી જાય, તો ઉલમાંથી ચૂલમાં પડવા જેવું પણ ક્યારેક થાય. આવી યુવતીઓનો એક માત્ર ઉદ્દેશ ગમે તેમ કરીને પૈસા પડાવી લેવાનો હોય છે, જેથી તે પોતાના ઉડાઉ મોજશોખ પોષી શકે.
ઘણી યુવતીઓ ખોટા રવાડે ચડીને કેફી પદાર્થોની વ્યસની બની ચૂકી હોય છે, તેમને એશઆરામની જિંદગી જીવવાનો હરામચસકો પડી જાય છે. મા-બાપ અને સગાંવહાલાં પાસેથી પોતાની જરૂરિયાત સંતોષાય એટલાં નાણાં ન મળી શકતાં હોય, એવી છોકરીઓ કુછંદે ચડીને કાં તો ‘કોલગર્લ’ બની જાય છે, અથવા બ્લેકમેઇલિંગ કરવા લાગે છે. આવાં કામ તે રોમાંચક અને સાહસપૂર્ણ ગણીને કરે છે અને પછી જ્યારે પોતાની સહેલીઓ કે મિત્રોને મળે, ત્યારે પોતાનાં બહાદુરીભર્યા કારસ્તાનનાં ઉછળીને વખાણ કરીને જાણે કોઇ વીરતાભર્યું કામ ન કર્યું હોય
થોડા કલાક એ બંનેએ ત્યાં ભરપૂર મોજમસ્તી માણી. ત્યારબાદ અચાનક કેતકીએ પોતાનું સ્વરૂપ બદલ્યું. તેણે શ્યામબિહારીને ધમકી આપતાં કહ્યું કે, ”કાં મને પંદર હજાર રૂપિયા આપ, નહીં તો બૂમાબૂમ કરીને માણસો ભેગાં કરી મૂકીશ.” તેણે એવી પણ ધમકી આપી કે પૈસા નહીં આપે, તો એ એવો પણ આરોપ મૂકશે કે પેલો એને ફોસલાવીને અહીં લાવ્યો છે અને બળજબરીથી શરીરસંબંધ બાંધવાનો પ્રયાસ કરે છે. સાંયોગિક પુરાવા પણ તેની ધમકીને સાથ આપે તેવા હતા, એથી શ્યામબિહારીના હોશકોશ ઊડી ગયા. તેણે પાંચ હજાર રૂપિયા રોકડા, ઘડિયાળ, વીંટી અને હાથમાં પહેરેલું સોનાનું કડું આપીને પોતાનો જાન છોડાવ્યો.
અપેક્ષાઓનો અતિરેકહકીકત એ છે કે આવી બધી યુવતીઓ ચમકતા ગ્લેમરના મૃગજળ પાછળ આંધળી દોટ મૂકીને ચીલો ચાતરી બેઠી હોય છે. ટેલિવિઝનની વિદેશી ચેનલોના ઉછાંછળા અને અમર્યાદ વર્તનનું ઝેર તેઓને માટે આવા રસ્તાઓ અપનાવવાનું જાણ્યે-અજાણ્યે પ્રેરકબળ બની રહે છે. ટેલિવિઝનના સ્ક્રીન પર બિન્ધાસ્ત બ્લેકમેઇલિંગ, સેક્સ, હિંસા વગેરે જોઇને તેમની હિંમત વધી જતી હોય છે. બીજી બાજુએ અપેક્ષા અને ઇચ્છાઓ વધવા લાગે છે. એમાંથી અપરાધવૃત્તિ બહેકે છે. માટે જ કોઇપણ પુરૂષે અને એકલી ડ્રાઇવ કરતી સ્ત્રીએ સુદ્ધાં રસ્તે જતા ગમે તે યુવતીને લિફ્ટ આપતા પૂર્વે દસ વાર વિચારી જોવું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો