પરબધામના મહંત કરશનદાસ બાપુએ કરી ભવિષ્યવાણી- 2023-24 આ વસ્તુ તે જ બચી શકશે બાકી બધાની હાલત થશે ભયંકર વીડિયો થયો વાયરલ
શિયલ મીડિયામાં ભેંસાણ તાલુકાના પરબધામના મહંત કરશનદાસ બાપુનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કરશનદાસ બાપૂએ અગાઉ વર્ષ 2020માં કહેર મચાવનારા કોરોના વાયરસને લઈને એક ભવિષ્યવાણી કરી હતી, જે ખરેખર સાચી સાબિત થઈ હતી. હવે કરશનદાસ બાપુએ વર્ષ 2023-24 ની અગમચેતીની એક ભવિષ્યવાણી કરી છે. આ વખતે કરશનદાસ બાપુએ લોકોને અનાજ ભેગુ કરી લેવાની સલાહ આપી છે.
વાયઈરલ થઈ રહેલા વીડિયોમાં બાપુ પાસે બેઠેલાં સેવકોને જણાવ્યું હતું કે, બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે. આ વખતની ભવિષ્યવાણીમાં તેમણે જણાવ્યું છે કે વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે. તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જશો. પરબધામના મહંત કરશનદાસ બાપુનો વીડિયો સોશિયલ મીડીયા પર ખુબ વાઈરલ થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં ભેંસાણ તાલુકાના પરબધામના મહંત કરશનદાસ બાપુનો એક વીડિયો વાયરલ થયો હતો. કરશનદાસ બાપુ કોઈ કાર્યક્રમમાં પોરબંદરના એક ગામમાં ગયા હતા. તેમણે આગાહી કરી હતી કે હવે માણસ પાસે સમય નથી 2020માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોના મોત થશે. આ વીડિયોમાં તેઓએ 2020માં આવનારા કોરોના વાયરસને લઇને ભવિષ્યવાણી કરી હતી. આજે જ્યારે કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો ત્યારે ખરેખર એવું લાગી રહ્યું છે કે, પરબધામના મહંતે લોકોને અગાઉના આ વાયરસ બાબતે સંકેતો આપી દીધા હતા.
તમને જણાવી દઈએ કે, વિશ્વમાં કોરોના વાયરસે ખરેખર હાહાકાર મચાવ્યો હતો. કોરોના વાયરસના કારણે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા મોલ, મલ્ટીપ્લેક્સ, ફરવાના સ્થળો અને શાળાઓ બે વર્ષ માટે બંધ કરાવવાની ફરજ પડી હતી.
દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતે કરેલી ભવિષ્યવાણીના કારણે ચર્ચામાં આવે છે. તેમણે કરેલી ભવિષ્યવાણી સાચી પડે તો લોકો તેમને માનવા લાગે છે. ઘણા લોકો એવા જ સમજી શકતા હોય છે કે ભવિષ્યમાં શું થવાનું છે જેને લઈને તેઓ લોકોને પહેલાથી જ સંકેત આપી દેતા હોય છે.
આવા લોકો સચોટ અભ્યાસ ધાર્મિક તારણો અને વૈજ્ઞાનિક કારણોને આધારે ભવિષ્યવાણી કરતા હોય છે. તેમાંથી કેટલાક લોકો એવા હોય છે જેમની ભવિષ્યવાણી મોટાભાગે સાચી સાબિત થતી હોય છે.
વિશ્વના ભવિષ્યવાણી કરનારાઓની વાત કરવામાં આવે તો નાસ્ત્રેદમસ અને બાબા વેંગા અત્યાર સુધીના સૌથી પ્રખ્યાત ભવિષ્ય વક્તા છે. તેઓ આ દુનિયામાં હયાત નથી પણ તેમની કરેલી ભવિષ્યવાણીમાંથી મોટાભાગની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે તેના કારણે તેમનું નામ આજે પણ ચર્ચામાં રહે છે.
હાલ પણ સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં આવી જ રીતે એક ભવિષ્યવાણી કરવામાં આવી છે અને આ ભવિષ્ય વાણી લોકોમાં ચર્ચાનો વિષય બની છે. આ વિડીયો પરબધામના મહંત કરસનદાસ બાપુનો છે અને તેમણે 2023 અને 2024 ના વર્ષ માટે ભવિષ્યવાણી કરી છે. તેમની આ ભવિષ્ય વાણી નો વિડીયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
મહંત કરસનદાસ બાપુ એ આ વીડિયોમાં કહ્યું છે કે વર્ષ 2023 અને વર્ષ 2024 લોકો માટે કેવું રહેવાનું છે. તેઓ પોતાના સેવકોને જણાવી રહ્યા છે કે આવનારા બે વર્ષ કેવા રહેવાના છે. તેઓ વીડિયોમાં કહે છે કે આ બે વર્ષ દરમિયાન લોકોને અનાજની ખૂબ જ તકલીફ પડશે તેથી જરૂરી એટલું અનાજ ભેગુ કરી રાખવું.
મહંત સ્વામી પોતાના સેવકોને કહી રહ્યા છે કે બાજરો તેમજ જુવાર ખેતરમાં પકવીને રાખવા આખી દુનિયામાં આ વર્ષ દરમિયાન છ અબજ માણસો ભૂખના કારણે મરી જશે તેવામાં જેની પાસે ખાવા માટે બાજરો અને પાણી હશે તેનું જીવન પસાર થશે.
જોકે આ વિડીયો અંગે કોઈ જ પ્રકારની પુષ્ટિ કરવામાં આવતી નથી. આ પ્રકારની ભવિષ્યવાણી પહેલા પણ વાયરલ થઈ હતી. પહેલા એવું આવ્યું હતું કે વર્ષ 2020 માં ભયંકર વાયરસ આવશે અને આ વાયરસ દુનિયા આખીને ચપેટમાં લઈ લેશે. આ ભવિષ્યવાણી સત્ય સાબિત થઈ હતી અને કોરોનાવાયરસ એ કરોડો લોકોનો ભોગ લીધો તેવામાં વર્ષ 2023 અને 24 માટે કરેલી આ ભવિષ્યવાણી નો વિડીયો પણ વાયરલ થવા લાગ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો