ગુજરાતમાં અંબાલાલ પટેલ મોટામાં મોટી આગાહી આ રાજ્યમાં શિયાળાની શરૂઆત આ તારીખે ઠંડીનું જોર વધશે જાણો ક્યારથી પડશે કાતિલ ઠંડી

એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં જોઈએ તેવી ઠંડી પડી રહી નથી. પરંતુ હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે ડિસેમ્બર મહિનાની શરુઆતથી કડકડતી ઠંડી પડશે. ગુજરાત ભરમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે રાજ્યનાં અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રી કરતાં ઓછું નોંધાયું છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની સંભાવના વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યમાં શિયાળાની શરુઆત થઈ ગઈ છે. ત્યારે હવે ઠંડીનું જોર વધશે. મોટાભાગના શહેરોમાં તાપમના 14થી 16 ડિગ્રી વચ્ચે રહેશે. મોડી રાત્રે 2થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ આ માહિતી આપી છે. રાજ્યમાં આગામી પાંચ સુધી સુધી તાપમાનમાં કોઈ ભારે ફેરફાર થવાની કોઈ સંભાવના નથી.

અમદાવાદ શહેરમાં હાલ 16 ડિગ્રી આસપાસ તાપમાન છે. જે આગામી દિવસોમાં 16.5થી 17 રહેવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ગિરનાર પર્વત પર 10 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી તાપમાન રહેશે. મોડી રાતે બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળો જામી રહ્યો છે. આગામી બે દિવસ બાદ રાજ્યના કેટલાક શહેરમાં ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી ગગડશે અને કડકડતી ઠંડીમાં વધારો થઇ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે, રાજ્યમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઇ ગઇ છે. હાલ મોડી રાતે બેથી ત્રણ ડિગ્રી લધુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. જે થોડા દિવસો બાદ ફરીથી સામાન્ય ઠંડી રહેશે. રાજ્યમાં મોટાભાગનાં વિસ્તારમાં 16 ડિગ્રી સુધી તાપમાન રહેશે.

બીજી બાજુ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમમ્સનું પ્રમાણ પણ વધુ રહેશે. ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે. અરબી સમુદ્રમાં પણ તેની અસર થશે.

અંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 4 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. 4થી 7 તારીખ દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની સંભાવના છે. જેના લીધે 22 ડિસેમ્બર પછી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. દેશમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે જેના કારણે ઠંડી વધવાની શક્યતા વધુ છે. તેમણે ભારે હિમવર્ષાના કારણે ઠંડી વધુ રહેવાની પણ આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગે જણાવ્યું છે કે કે, ગુજરાત ભરમાં ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. રાજ્યનાં અનેક શહેરોનું તાપમાન 20 ડિગ્રી કરતાં ઓછું નોંધાશે. રાજ્યમાં પૂર્વ દિશાનો પવન છે. આગામી બે દિવસ ઠંડીમાં વધારો થવાની સંભાવના ઓછી છે. બે દિવસ બાદ ઠંડીનો પારો 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. જેના લીધે કડકડતી ઠંડી અનુભવાશે. અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 16.4 અને સરેરાશ મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી નોંધાયું હતું. આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં ઠંડીનો પારો 15 ડિગ્રીની આસપાસ રહેશે.

મહત્વનું છે કે, અમદાવાદમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો પારો છેલ્લા 10 વર્ષમાં ઓછામાં ઓછો એકવાર 13 ડિગ્રીથી નીચે ગયો હોય તેવું ત્રીજી વાર બન્યું છે. ગત વર્ષે 25 નવેમ્બરે 11.6 ડિગ્રી સાથે નવેમ્બર માસનો સૌથી ઠંડો દિવસ હતો. બીજી તરફ માઉન્ટ આબુમાં શિયાળાનું જોર વધતા 8 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “The Gujju Man” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “The Gujju Man”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *