લગ્નમાંથી ઘરે પરત ફરી રહેલા લોકોને નડ્યો ગંભીર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળ પર જ મો@ત અને 2 લોકો ગંભીર ઈજાગ્રસ્ત

અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે. રોજ કેટલાય ઍક્સિડન્ટના કિસ્સાઓ સામે આવે છે. આ અકસ્માતમાં કેટલાય લોકો પોતાના જીવ ગુમાવે છે. અતિ ઝડપે વાહન ચલાવવાના કારણે અકસ્માતની સંભાવના વધુ રહેતી હોય છે. આવી જ એક અકસ્માતની ઘટના હાઇવે રોડ પર બની છે. જયપુર કોટા નેશનલ હાઇવે પર આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ ગંભીર અકસ્માતમાં એક ટ્રકે કારને ટક્કર માર્યાનું કારણ સામે આવ્યું છે. એક ફૂલ ઝડપે આવતા ટ્રકે એક વાનને પાછળથી જોરદાર ટક્કર મારતા આ ગંભીર અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં વેન ચાલક સહિત ત્રણ લોકોના ઘટના શલે મોત નિપજ્યા છે અને બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે. આ ઘટના બનતા હાઇવે પર પસાર થઈ રહેલા લોકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી.

મળતી માહિતી અનુસાર, વેન લઈને જઈ રહેલા લોકો તેમના એક સંબંધીના ઘરે લગ્નમાં હાજરી આપવા ગયા હતા. લગ્નમાંથી પરત ઘરે ફરતી વખતે તેમને આ ગંભીર અકસ્માત નડ્યો હતો. આ વેનમાં 50 વર્ષીય રાજેશ, રાજુલાલ, દિનેશ અને પ્રહલાદ એમ કુલ પાંચ વ્યક્તિને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમની સાથે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પોતાના મિત્ર રાકેશ નાયક પાસેથી તેમણે આ વેન ભાડે લીધું હતું. તેઓ દેવલી ગામ લગ્નમાં ગયા હતા. ત્યારે પરત ઘરે ફરતા એક ઝડપી ટ્રકે તેમની વેનને ટક્કર મારી હતી.

પાંચેય મિત્રો જયપુર કોટા નેશનલ હાઇવે 52 પર ચા પીવા માટે એક હોટેલમાં રોકાયા હતા. ચા પીધા બાદ તેઓ ફરી વેન લઈને હાઇવે પર ચડ્યા હતા અને થોડે દૂર જતા જ એક ઝડપી ટ્રકે તેમને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત રાત્રે 1:30 વાગ્યા આસપાસ નેશનલ હાઇવે પર સર્જાયો હતો.

ટ્રકની જોરદાર ટક્કર લાગતાંની સાથે જ તેમનું વેન ફંગોળાય ગયું હતું. આ અકસ્માતની ઘટના બન્યા બાદ નજીકમાં આવેલી હોટલના સ્ટાફના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે પોલીસને જાણ કરતા તરત જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જયારે બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ વ્યત્કિને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લગ્નમાંથી ઘરે પરત ફરી રહેલા પાંચ લોકોમાંથી ત્રણ વ્યક્તિ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતની જાણ તેમના પરિવારને થતા જ પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો હતો. આ અકસ્માતની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *