ફેમસ યુટ્યુબર અરમાન મલિકે બે પત્નીઓ ને એક સાથે કરી ગર્ભવતી? પત્નીઓ સાથેની શેર કરી તસવીર, લોકો કરી રહ્યા છે ટ્રોલ

ફેમસ યુટ્યુબર અને લોકપ્રિય કન્ટેન્ટ સર્જક અરમાન મલિક ઘણીવાર પોતાના અંગત જીવન માટે હેડલાઈન્સ બનાવે છે. તમને જણાવી દઈએ કે અરમાનને બે પત્નીઓ છે, કૃતિકા મલિક અને પાયલ મલિક. પોતાની બે પત્નીઓને કારણે અરમાન સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ થઈ ચૂક્યો છે.

હવે તાજેતરમાં સમાચાર આવ્યા છે કે અરમાનની બંને પત્નીઓ એકસાથે માતા બનવા જઈ રહી છે. અરમાને પોતે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી, પરંતુ જ્યારે અરમાને આ ખુશી લોકો સાથે શેર કરી તો તે ટ્રોલ થવા લાગ્યો.

અરમાન મલિકે શેર કરી પોસ્ટ : યુટ્યુબર અરમાને તેની બંને પત્નીઓ કૃતિકા અને પાયલના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી કેટલીક તસવીરો શેર કરી છે. બંને એ મેચિંગ કો-ઓર્ડ સેટ પહેર્યો છે, અરમાન કેસરી રંગના સ્વેટશર્ટમાં સુંદર દેખાઈ રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેમના ફોટા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.અરમાને આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ જ્યાં એક તરફ ચાહકોએ ત્રણેયને અભિનંદન પાઠવ્યા તો બીજી તરફ ટ્રોલર્સે તેમને જોરદાર ટ્રોલ કર્યા.

એક યુઝરે ફોટો પર લખ્યું, ‘મને આશ્ચર્ય થાય છે. બંને એક સાથે પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ શકે? કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું, ‘શું બંને એક જ સમયે પ્રેગ્નેન્ટ છે’. તો ત્યાં એક યુઝરે લખ્યું, ‘પાયલને તે પ્રેમ નથી કરતો, તે હંમેશા તેની બીજી પત્ની સાથે ફોટો શેર કરતો રહે છે, જે દર્શાવે છે કે અરમાન તેની બીજી પત્નીને વધુ મહત્વ આપે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *