આજે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો એકા એક સોનાના ભાવમાં થયો એટલો મોટો ફેરફાર જલ્દીથી જાણી લો સોના નો લેટેસ્ટ ભાવ…

US માં આર્થિક મંદીની અસર-વેપારી દિવાળી પૂર્ણ થયા બાદ સોનાની કિંમતમાં રોજે રોજ વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે ફરી સોના-ચાંદીના ભાવમાં વધારો થવા પામ્યો છે. એક તરફ લગ્ન સીઝન હાલમાં ચાલી રહી છે. ત્યારે અચાનક સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધાવા પામ્યો છે. લગ્ન સીઝનની અસર સોનાના ભાવ પર દેખાઈ રહી છે. સોનાના ભાવમાં 55 હજાર 700 ને પાર જ્યારે ચાંદીનો ભાવ 69 હજારને પાર ગયો છે.

હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે. ત્યારે રોજે રોજ સોનાનો ભાવ વધી રહ્યો છે. સોનાના વધતા ભાવ બાબતે સોના-ચાંદીના વેપારીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પરિબળ વધવાને કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને બીજી તરફ વિશ્વમાં વધતી જતી અશાંતિનાં કારણે પણ સોનાના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે અને ચીનમાં ફરી લોકડાઉનની સ્થિતિ સર્જાવા પામી છે. તેમજ US માં પણ હાલમાં આર્થિક મંદી અસર જોવા મળી રહી છે અને ત્યાં કરવેરામાં પણ વધારો કરવામાં આવ્યો છે. US માં પણ મંદીની અસર પણ સોના-ચાંદીના ભાવ વધારાનું એક મહત્વનું પરિબળ છે.

આંતરરાષ્ટ્રીય અને ભારતીય વાયદા બજારમાં આજે સોમવાર 12મી ડિસેમ્બરે સોના અને ચાંદીના ભાવ લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાની કિંમત શરૂઆતના કારોબારમાં 0.31 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. તે જ સમયે, વાયદા બજારમાં આજે ચાંદી 0.41 ટકા ઘટી છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનાના ભાવમાં 0.45 ટકા અને ચાંદીના ભાવમાં 1.59 ટકાનો વધારો થયો હતો.

સોમવારે, વાયદા બજારમાં સવારે 9:20 વાગ્યા સુધી 24 કેરેટ શુદ્ધતાનું સોનું રૂ. 54,125 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે ગઈકાલના બંધ ભાવથી રૂ. 170 ઘટીને આજે સોનાનો ભાવ રૂ.54,109 પર ખુલ્યો હતો. એકવાર કિંમત 54,149 રૂપિયા થઈ ગઈ. પરંતુ, તે ટૂંક સમયમાં ઘટીને રૂ. 54,125 પર આવી ગઈ. શુક્રવારે સોનાનો ભાવ રૂ.244ના વધારા સાથે રૂ.54,295 પર બંધ થયો હતો.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં આજે ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમત ગઈકાલના બંધ ભાવથી રૂ. 277 ઘટીને રૂ. 67,761 પર ટ્રેડ કરી રહી હતી. ચાંદીનો ભાવ આજે રૂ. 67,490 પર ખુલ્યો હતો. એકવાર તે ખુલ્યા પછી તેનો ભાવ 67,805 રૂપિયા થઈ ગયો. પરંતુ, થોડા સમય પછી તે ઘટીને 67,761 રૂપિયા થઈ ગયો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીના વાયદાના ભાવ રૂ. 1,069ના ઉછાળા સાથે રૂ. 68,103 પર બંધ થયા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનું અને ચાંદી ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં સોમવારે સોનાની હાજર કિંમત 0.56 ટકા ઘટીને $1,787.25 પ્રતિ ઔંસ થઈ હતી. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીનો ભાવ 0.85 ટકા ઘટીને 23.28 ડોલર પ્રતિ ઔંસ થયો છે. છેલ્લા એક મહિનામાં સોનાની કિંમતમાં 1.56 ટકાનો વધારો થયો છે. એ જ રીતે ચાંદીના ભાવમાં પણ 30 દિવસમાં 7.06 ટકાનો વધારો થયો છે.

ગયા સપ્તાહે ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, છેલ્લા બિઝનેસ સપ્તાહની શરૂઆતમાં (5 થી 9 ડિસેમ્બર) એટલે કે 5 ડિસેમ્બરના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 53,854 હતો, જે વધીને 53,937 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. તે જ સમયે, 999 શુદ્ધતાની ચાંદીની કિંમત 65,764 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 66,131 રૂપિયા થઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *