દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં થયો હાજર, ખવડના 2 સાગરીતો હજુ ફરાર, જાણો હવે શું થશે?

રાજકોટમાં મારામારીના કેસમાં દેવાયત ખવડના વિવાદ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભમાં રહેલો દેવાયત ખવડ આજે ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર છયો છે. ગત 7 તારીખના રોજ દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર અગાઉની બોલાચાલીની અદાવત રાખી હુમલો કર્યો હતો જેમા મયુરસિંહને ગંભીર ઈજા પહોંચી હતો

મારામારીના કેસમાં નાસતો ફરતો દેવાયત ખવડ આખરે ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો છે. 7 ડિસેમ્બરે દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો.

શું હતો સમગ્ર મામલો : સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર ડાયરાઓ ગજવતા લોકસાહિત્યકાર દેવાયત ખવડછેલ્લા છ-સાત દિવસથી પોલીસથી નાસ્તા ભાગતા ફરે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા વખતે દેવાયત ખવડે મયુરસિંહ પર પાઇપ વડે હુમલો કર્યો હતો. આ મામલે હવે દેવાયત ખવડ દ્વારા રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, લોક સાહિત્યકાર અને “રાણો રાણાની રીતે” ફેઈમ દેવાયત ખવડ વિવાદમાં આવ્યા છે. 7 ડિસેમ્બરના રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા પર સર્વેશ્વર ચોકમાં હુમલો કરવાના કેસમાં છ-સાત દિવસથી ફરાર છે. ઉલ્લેખનીય છે કે, અંગત અદાવતમાં મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ સહિત ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

ત્યારે આ સમગ્ર મામલા અંગે રાજકોટ એ-ડિવિઝન પોલીસે હત્યાની કૌશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી છ-સાત દિવસથી શોધખોળ કરવામાં આવી રહી છે. જોકે આટલા દિવસો વીતી ગયા તેમ છતાં પણ કોઈ ભાળ મેળવી શકી નથી. જોકે હવે લોકસાહિત્યકાર ભાગેલું દેવાયત ખવડ દ્વારા તેના વકીલ મારફતે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં ચારેય બાજુ લોક સાહિત્યકાર દેવાયત ખવડની ચર્ચાઓ ચાલી રહી છે. દેવાયત ખવડને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અવારનવાર વાતો થઈ રહી છે. થોડાક દિવસો પહેલા દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને મયુરસિંહરાણા નામના વ્યક્તિ ઉપર જીવ લઈને પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં મયુરસિંહ રાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે મયુરસિંહ રાણાની ફરિયાદના આધારે દેવાયત ખવડ સામે અમુક કલમો હેઠળ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી હતી. જ્યારે પોલીસ દેવાયત ખવડને પકડવા તેના ઘરે પહોંચી ત્યારે દેવાયત ખવડના ઘરે તાળું હતું અને તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો.

ત્યારબાદ પોલીસ દેવાયત ખવડ ને પકડવા માટે તેના મૂળ વતન દુધઈ ગામ પહોંચી હતી. દુધઈ ગામ પહોંચીને પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે દેવાયત ખવડના અન્ય બે સાથીદારો પણ હજુ પોલીસની પકડમાં આવ્યા નથી. પોલીસ જ્યારે દેવાયત ખવડ ખવડને પકડવા તેના ગામ પહોંચી ત્યારે તે ત્યાં પણ ન હતો.

આ એ જ દેવાયત ખવડ છે જે ડાયરાઓમાં કહેતો હોય છે કે “માયકાંગલીનાઓને બાંધવા જ ન જવાય” આજે તે જ દેવાયત ખવડ અને રેલવે આવી ગયો છે અને બાધી બાંધીને સંતાઈ ગયો છે. મિત્રો દેવાયત ખવડનો ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને મયુરસિંહ રાણાની માતાએ જણાવ્યું કે, લગભગ એક વર્ષ પહેલા દેવાયત ખવડ અને મયુરસિંહ વચ્ચે પાર્કિંગની બાબતને લઈને બોલાચાલી થઈ ગઈ હતી.

ઘટનાનો ઘણો સમય થઈ ગયો છતાં પણ દેવાયત ખવડ હાથમાં આવ્યો નથી. મિત્રો હાલમાં તો સોશિયલ મીડિયા પર દેવાયત ખવડનો એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેજ પર બેસીને દેવાયત ખવડ બોલી રહ્યો છે કે, FIRનો ઢગલો થઈ જાય તો પણ મૂંઝાવાનું ન હોય, આજે તે જ દેવાયત ખવડ એક FIR નોંધાતા રફુ ચક્કર થઈ ગયો છે.

ત્યારબાદ અમે સમાધાન કરવાની પણ વાત કરી હતી પરંતુ દેવાયત ખવડને સમાધાન કરવું ન હતું. અને આજે દેવાયત ખવડ પાછળથી ઘા કરી રહ્યો છે. મિત્રો તમે જ કહો કે આવા કલાકારોને સ્ટેજ પર ચડવા દેવા જોઈએ કે નહીં..? દેવાયત ખવડ ની સજા થવી જોઈએ કે નહીં તમે જ કોમેન્ટ બોક્ષમાં જવાબ આપો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *