પઠાણ ફિલ્મ ને લઈને જ્યાં ત્યાં વધી રહ્યો છે વિવાદ, રાજભા ગઢવીએ કહ્યું પઠાણ રીલિઝ ના થવી જોઈએ, જાણો બીજું શું કહ્યું…

હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી પઠાણ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથેના એક સીનમાં બોલિવુડ અભિનેત્રી દિપીકા પદુકોણે ઓરેન્જ રંગની બિકીની પહેરેલી નજરે પડે છે. જેને લઈને ઘણા હિન્દુ સંગઠનો નારાજ થયા છે. એક રીતે રીતસરનું રંગનું રાજકારણ ચાલ્યું છે જેના કારણે હવે સોશિયલ મીડિયા પર બોયકોટ પઠાણ હેશટેગ પણ ટ્રેન્ડ કરવા લાગ્યો છે. ઘણા લોકોએ તેનો વિરોધ કરીને ફિલ્મની રિલિઝ અટકાવવાની માગ કરી છે આ લોકોમાં હવે રાજભા ગઢવીનું પણ નામ જોડાઈ ગયું છે.

શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મને લઈને વિરોધ શરૂ થઈ ગયો છે. ગઈ કાલે જ શાહરૂખે કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં આ બાબતે નિવેદન આપ્યું હતું કે, આપણે બધાએ પોઝિટીવ રહેવાનું છે. ત્યારે ગુજરાતમાં પણ લોક કલાકારો શાહરૂખની આ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે. લોક ગાયક રાજભા ગઢવીએ એક વીડિયો શેર કરીને પઠાણ ફિલ્મનો વિરોધ કર્યો છે. તેમણે ગુજરાતમાં આ ફિલ્મને રીલિઝ થતાં અટકાવવાની માંગ કરી છે.

તેમને વીડિયો માં શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મને લઈને રાજભા ગઢવીએ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે સનાતન પરંપરાને ખરાબ દેખાડવાની કોશિષો થતી આવે છે. તેમણે કહ્યું કે, શાહરૂખની પઠાણ ફિલ્મની અભિનેત્રીએ એવા કપડાં પહેર્યાં છે જેનાથી આપણી પરંપરાને ખરાબ દેખાડવામાં આવી છે. આપણી ભાવનાઓ સાથે ખરાબ કરવું એવું બોલિવૂડ વાળાઓએ નક્કી કરી લીધું છે. આ ગીત કે આ ફિલ્મને ગુજરાતમાં રીલિઝ ના થવા દેવી જોઈએ. હવે આ બિલકુલ સહન કરવાનું નથી. હાથે કરીને શાંતિ ડહોળવાના ધંધા ના કરો. આ ફિલ્મને આખા દેશમાં રીલિઝ નથી થવા દેવાની. મારે વધારે કંઈ કહેવું નથી.

દીપિકાના બચાવમાં સ્વરા ભાસ્કર કૂદી પડી : હજુ ગઈકાલે જ કોલકાત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં શાહરુખ ખાને પઠાણના સોન્ગના વિવાદમાં પહેલીવાર ચુપ્પી તોડી છે ત્યારે આજે અભિનેત્રી સ્વરા ભાસ્કર પણ દીપિકા પાદુકોણના બચાવમાં કૂદી પડી છે. સ્વરા ભાસ્કરે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પર નિશાન સાધતા કહ્યું ” તેમને અભિનેત્રીઓના કપડાં જોવામાંથી જો થોડો સમય મળી જતો તો કે કદાચ બીજું કશું કામ પણ કરી લેતા”. એવું માનવામાં આવે છે સ્વરા ભાસ્કરનું આ નિવેદન હાલ સાધલી રહેલા ‘બેશરમ રંગ’ ગીતના વિવાદને વધારવાનું કામ કરશે.

આજે સ્વરા ભાસ્કરે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને જેમાં મધ્યપ્રદેશ સરકારના ગુહમંત્રી નરોત્તમ મિશ્રાના નિવેદનનો જવાબ આપ્યો હતો. નરોત્તમ મિશ્રાએ ભગવો રંગ અને બિકીનીને લઈને આપત્તિ દર્શાવી હતી તે મુદ્દાને ધ્યાનમાં લઈને સ્વરા ભાસ્કરે લખ્યું હતુંય કે, ” મળો આપણા દેશના સત્તામાં રહેલા નેતાઓને. અભિનેત્રીઓના કપડાં જોવામાંથી જો તેમને સમય મળી જતો તો કદાચ તે થોડું કામ પણ કરી લેતા”. સ્વરા ભાસ્કર ઉપરાંત ફિલ્મ નિર્માતા ઓનિર પણ દીપિકા પાદુકોણના બચાવમાં આવ્યો છે. એક તરફ સ્વરા ભાસ્કર તેના બચાવમાં બોલી છે તો બીજી તરફ પાયલ રોહતગી, શર્લિન ચોપરા બાદ હવે મુકેશ ખન્નાએ પણ ‘બેશરમ રંગ’ના વિરોધમાં ટિપ્પણી કરી છે. હવે આ વિવાદ કેટલો રાજકીય રંગ લે છે અને ક્યાં અટકે છે તે જોવાનું રહ્યું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *