અંધશ્રધ્ધા એ લીધો 20 વર્ષની યુવાન દીકરી નો જીવ, છાતીમાં દુ:ખાવો થતા માતા-પિતા હોસ્પિટલને બદલે મંદિરે લઈ ગયા, જાણો સમગ્ર મામલો
નમસ્કાર મિત્રો, અતિ આધુનિક યુગમાં પણ માનવીનું કાળજુ કંપાવી નાખે તેવી ક્રુર અંધશ્રધ્ધાની ઘટનાઓ સમાજમાં બનતી રહે છે. ત્યારે ગુજરાત ના રાજકોટ માં 20 વર્ષની યુવાન દીકરીને છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવાના બદલે માતા-પિતા એક મંદિરે લઈ ગયા હતા. મંદિરેથી પરત ફર્યા બાદ દર્દથી પીડાતી દીકરી ઉંધી ગઈ તે પછી ઉઠી નહીં.
ટેકોનોલોજીના આયુગમાં પણ અંધશ્રધ્ધાના આ બનાવ અંગે માહિતી મળી છે કે, શહેરના જામનગર રોડ પર દ્વારકધીશ પંપ સામે શિવશકિત સોસાયટીમાં રહેતી લક્ષ્મી ગોપાલભાઈ બજાણીયા ને લાંબા સમયથી છાતીમાં દુ:ખતું હતું. જેથી સુનમુન રહેતી ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે દીકરી લક્ષ્મીને ઉલ્ટી થતા માતાએ લક્ષ્મીના પિતા ગોપાલભાઈને ફોન કરી જાણ કરતા ફુલ અને નાળીયેરની ઘર પાસે જ ચલાવતા ગોપાલભાઈ ઘરે આવ્યા હતા અને દીકરીની તબિયત ખરાબ જોઈ તેને ત્યારેને ત્યારે વાંકાનેર પાસે આવેલા વિહોત માતાજીના મંદિરે લઈ ગયા હતા.
જયાં ભુવાએ દાણા લીધા હતા.જે વિધિ પતાવી પરિવાર ઘરે આવ્યો હતો. અને લક્ષ્મી થોડુ -ઘણુ જમી છાતીમાં દુ:ખતુ હોય જેથી સુઈ ગઈ હતી. જે પછી રાત્રે દોઢેક વાગ્યે તેમના માતાએ ઉઠીને જોતા લક્ષ્મી હલનચલન ન કરતી હોય તેને જગાડવા પ્રયત્ન કર્યો હતો. પણ તે બેભાન જેવી થઇ ગઇ હોય તુરંત 108 મારફત તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં ટુંકી સારવારમાં 3 વાગયા આસપાસ લક્ષ્મીએ દમ તોડી દીધો હતો.
બનાવના પગલે યુનિ. પોલીસની ટીમ દોડી ગઇ હતી. મોતનું કારણ જાણવા મૃતદેહ પોસ્ટમોર્ટમમાં ખસેડાયો હતો. લક્ષ્મી બે ભાઇ બે બહેનમાં મોટી હતી. સાંજે મંદીરને બદલે હોસ્પિટલે ખસેડવામાં આવી હોતતો લક્ષ્મીનો જીવ કદાચ સારવારથી બચી શકયો હોત પરંતુ અંધશ્રદ્ધામાં પરીવારે દીકરી ગુમાવતા શોક છવાયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.