હંમેશા વિવાદ રહેતી કીર્તિ પટેલ ફરી વિવાદમાં, યુવકને માર મારવા સાથીદારો સાથે પહોંચી હતી ભેંસાણ, આ વખતે કર્યું એવું કે

નમસ્કાર મિત્રો, સુરતની ટીકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી ચર્ચામાં આવી છે. જૂનાગઢના ભેંસાણમાં કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી છે. તમામની ધરપકડ કરવાની સાથે પોલીસે 2 કાર પણ જપ્ત કરી છે.

મળતી માહિતી મુજબ અનુસાર, કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી ભેંસાણના યુવક જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી. યુવકને માર મારવા કીર્તિ પટેલ સાથીદારો સાથે જૂનાગઢના ભેંસાણમાં પહોંચી હતી. ભેંસાણ પોલીસે તમામની ધરપકડ કરી છે. સાથે જ કીર્તિ પટેલ સામે ગુનો પણ દાકલ કરવામાં આવ્યો છે. સુરતથી સાથીદારોને લઈ ભેસાણ આવેલી કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કરાયો છે. મોટી માથાકૂટ થાય તે પૂર્વે ભેસાણ પોલીસે તમામને ઝડપી લીધા હતા. પોલીસે બે કાર પણ કબજે કરી છે.

વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ગત મે મહિનામાં ધરપકડ કરી હતી. થોડા સમય અગાઉ એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધાતા તે પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હતો અને ખોટો કેસ કર્યો હોવાનું રટણ કરી રહી હતી.

ઝડપાયેલી કીર્તિ પટેલ અને તેના મિત્ર ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી, જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કીર્તિ પટેલની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી હતી. જોકે આરોપી કીર્તિ પટેલે પોતાના પર લાગેલા આક્ષેપ નકારી આ તમામ ઘટનાથી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

ભુપતભાઈ ભાયાણી ના કહેવાથી અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વધુમાં કીર્તિ પટેલ કહે છે કે અમે કોઈ આતંકવાદી નથી અને અમે આવી રીતે લોકોમાં આવે છે. કીર્તિ પટેલ ખુબજ મોટા અવાજે પોલીસ સાથે વાત કરતી પણ જોવા મળી રહી છે પટેલ નો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે રોડની વચ્ચોવચ ધમાલ મચાવતી કીર્તિ પટેલ વધુમાં જણાવે છે કે, મને આજ ને આજ ન્યાય નહીં મળે તો હું દવા પીધી છે ને તેના માત્ર જવાબદાર માત્ર ભુપત ભાયાણી અને આમ પોલીસ છો. વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *