ઓપરેશન થિયેટરમાં થયેલ માતા પુત્રીની હત્યાનો ભેદ ઉકેલાયો, CCTV બંધ કરી કરતો હતો ઓપરેશન, જાણો સમગ્ર મામલો

ગઈકાલે મણિનગરમાં ભુલાભાઈ પાર્ક વિસ્તારમાં હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં કબાટમાંથી માતા-પુત્રીની લા@શ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ગઈકાલે અમદાવાદના મણિનગરની કર્ણ હોસ્પિટલમાં માતા પુત્રીની લા@શ મળી આવી હતી. ત્યારે આ હ@ત્યાઓ પાછળ કોનો હાથ છે તેનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 15 વર્ષથી હોસ્પિટલમાં કામ કરતો કમ્પાઉન્ડર હ@ત્યારો નીકળ્યો છે. કમ્પાન્ડરે 30 હજારને બદલે માત્ર 5 હજારમાં ઓપરેશન કરી આપવાની લાલચ આપી હતી. જેમાં હોસ્પિટલ શરૂ થવાના કલાક પહેલાં હોસ્પિટલમાં ઓપરેશન માટે બોલાવીને એનેસ્થેસિયાના ઓવરડોઝ આપતાં યુવતીનું તરફડીને મો@ત થયુ હતુ. દીકરીને આવી રીતે જોઈને માતા પણ બેભાન થઈ હતી, પરંતું પોતાનું કૌભાંડ ખૂલશે એ બીકે કમ્પાઉન્ડરે માતાનુ ગળુ દબાવીને તેમને મારી નાંખ્યા હતા. ડોક્ટર બનીને દર્દીઓને આવા કામ માટે કમ્પાઉન્ડર રોજ એક કલાક હોસ્પિટલના સીસીટીવી બંધ કરી દેતો હતો.

અમદાવાદના મણિનગર વિસ્તારના ભૂલાભાઈ ચાર રસ્તા પાસે કર્ણ હોસ્પિટલ આવી છે. જ્યાં એક યુવતીની લા@શ ગેસ મૂકવાના કબાટમાંથી મળી હતી. તો વૃદ્ધ મહિલાની લાશ ક્લિનિકની અંદર કન્સલટિંગ બેડની નીચેથી મળી હતી. ત્યારે પોલીસને સમગ્ર મામલે હોસ્પિટલના કમ્પાઉન્ડર પર શંકા હોવાથી મનસુખની અટકાયત કરી હતી. હોસ્પિટલમાંથી જે લા-શ મળી તેમાં એક ભારતી નામની યુવતી હતી અને બીજી તેના માતા ચંપાબેન હતા. જેમાં તેની પૂછપરછમાં તેણે બંનેની હત્યા કેવી રીતે કરી તે ખુલાસો થયો હતો.

મનસુખને રૂપિયાની જરૂર હતી. તેથી તે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હોવા છતા ફર્ઝી ડોક્ટર બનીને ઓપરેશન કરી પૈસા કમાતો હતો. ભારતી નામની મહિલા પોતાના પતિથી અલગ રહેતી હતી તેણીને કાનમાં તકલીફ થતા, ઈએનટી સ્પેશિયલ કર્ણ હોસ્પિટલમાં સારવાર માટે ગઈ હતી. તેને કાનના પડદાનું ઓપરેશન કરાવવાનું હતું. તેથી ડોક્ટર સાથે વાત ચાલતી હતી, પરંતુ ઓપરેશનના રૂપિયા ભારતી માટે મોટી રકમ હતી, તેથી તે કમ્પાઉન્ડર મનસુખના જાળમાં ફસાઈ હતી.

ભારતીની લાચારી જોઈ કમ્પાઉન્ડર મનસુખે પોતાનો દાવ ખેલ્યો હતો. તેણે ચંપાબેનને કહ્યુ હતું કે, તમારી દીકરીનું ઓપરેશન હું કરી આપીશ. ડોક્ટર ભલે ગમે તેટલી રકમ કહે. હું તમને ખૂબ ઓછી રકમમાં તમારી દીકરીની સારવાર કરી આપીશ, એટલે ચંપાબેન અને ભારતી તૈયાર થઈ ગયાં હતાં. આ બાદ તે ભારતીબેનને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો હતો. ચંપાબેન પણ ત્યાં હાજર હતા. મનસુખે જાતે એનેસ્થેસિયાનું ઈન્જેક્શન ભર્યુ હતું. ઇન્જેક્શન આપ્યા બાદ ભારતીબેનને બહુ અસર થઈ નહીં, એટલે મનસુખે એનેસ્થેસિયાનો બીજો ડોઝ ભારતીબેનને આપ્યો હતો. આ ડોઝ એટલો ભારે હતો કે, ભારતીબેન બેભાન થવાને બદલે તરફડિયા મારવા લાગ્યા હતા. આ બધુ ચંપાબેનની નજર સામે થઈ રહ્યુ હતું. દીકરીને નજર સામે મરતી જોઈ ચંપાબેન બેહોશ થઈ ગયા હતા. આ બાદ મનસુખ ગભરાઈ ગયો હતો. ભાંડો ફૂટશે એ વિચારમાં તેણે ચંપાબેનનુ ગળુ દબાવ્યું, અને તેઓનું પણ ત્યાં જ મૃ@ત્યુ થયું હતું.

શું હતો બનાવ : શહેરના કાગડાપીઠ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાંથી બે લા@શ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં બંને માતા-પુત્રી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બંનેની ઇન્જેક્શન મારીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
6 મહિનાથી પત્ની રિસામણે હતી

મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આવેલા ભુલાભાઈ પાર્ક પાસે આ ખાનગી હોસ્પિટલમાંથી લા@શ મળી આવેલી છે. હોસ્પિટલના કબાટમાંથી ભારતી વાળા નામની મહિલાની લા@શ મળી આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ભારતીની સારવાર અહીંયા ચાલી રહી હતી અને જેમાં હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવક જે ભારતીના પતિ લક્ષ્મણના સગા પણ થાય છે તેના સંપર્ક થી અહીંયા સારવાર ચાલી રહી હતી. લક્ષ્મણના લગ્ન 6 વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને ભારતી 6 મહિનાથી રિસામણે જઈને પિયર શાહવાડીમાં રહેતી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી : ઘટના વિશે વાત કરીએ તો, ડો. અર્પિત શાહની હોસ્પિટલમાં અન્ય 3 લોકો કામ કરે છે. આજે ડોક્ટર કામ પતાવીને નીકળી ગયા હતા. ત્યારબાદ હોસ્પિટલના અન્ય સ્ટાફ કબાટમાંથી કોઈ વસ્તુ મૂકવા ગયા તો જે જગ્યા ગેસનો બાટલો હતો તે જગ્યા ઉપર ભારતીની લા@શ મળી આવી હતી. ડોક્ટરને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસને પણ ઘટના અંગે માહિતી આપવામાં આવી હતી.

માતા પુત્રી સારવાર માટે એલજી ગયા હતાઃ મૃ@તકના ભાઈ ઉલ્લેખનીય છે કે, ભારતીના ભાઈનું કહેવું છે કે, તેમના માતા અને બહેન એલજી હોસ્પિટલ માટે સવારે નીકળ્યા હતા. પરંતુ અહીંયા કેવી રીતે આવી તે ખબર નથી પડી રહી. જો કે, હોસ્પિટલનો સ્ટાફ અને લક્ષ્મણના સગા એવા મનસુખ ઉપર પોલીસને શંકા છે. જેથી તેની તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે ડોક્ટર અર્પિત હોસ્પિટલથી નીકળ્યા અને ત્યાર પછીના 1 કલાક માટે સીસીટીવી પણ બંધ કરવામાં આવ્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *