પેટ્રોલ, ડીઝલ, PNG, CNG અને ગેસ સિલિન્ડરના ભાવ બદલાશે, બજેટ પહેલા ભાવ ઘટે તેવી શક્યતા
ડ્રાઈવીંગ લાયસન્સની મોટી માહિતી : DL બનાવવાના નિયમોમાં ઘણો ફેરફાર થતો રહે છે. MV એક્ટના નિયમો હેઠળ, 16-18 વર્ષના ઉંમરના લોકો પણ હવે DL બનાવી શકે છે. પણ આ DL એ લર્નિંગ લાયસન્સ હશે.આ લાયસન્સમાં તમે ગેયર વગરના વાહન જ ચલાવી શકો છો. જો તમારે ગેયર વાળા વાહન ચલાવવા માટે તમારે DL બનવવું પડશે.
1 જાન્યુઆરી 2023એ નવું વર્ષ શરૂ થશે. આ સમયે 5 નવા ફેરફારો આવવાની શક્યતા છે. કેટલીક કાર કંપનીઓ પોતાની ગાડીઓની કિંમત વધારી શકે છે. મારુતિ સુઝુકી, હુંડઈ મોટર, ટાટા મોટર્સ, મર્સિડિઝ બેંઝ, ઓડી, રેનોલ્ટ, કિઆ ઈન્ડિયા અને એમજી મોટર 1 જાન્યુઆરી 2023થી પોતાની ગાડીઓની કિંમત વધારશે.
બેંક લોકર સંબંધિત ફેરફાર : અન્ય ફેરફાર બેંક લોકર સાથે સંબંધિત છે. તમે 1 તારીખથી બેંક લોકરનો ઉપયોગ કરવા માટે નક્કી કરવાનું રહેશે કે તમે નવા લોકર કરાર પર સાઈન કર્યા છે.
બેંક ક્રેડિટ કાર્ડના નિયમ પણ બદલાશે : આ સિવાય કેટલાક બેંક ક્રેડિટ કાર્ડ સાથેના નિયમોમાં પણ ફેરફાર આવશે. HDFC બેંક ક્રેડિટ કાર્ડના રિવોર્ડ્સ પોઈન્ટ અને ફ્રી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરશે. આ સિવાય જ SBIએ પોતાના SimplyCLICK કાર્ડ હોલ્ડર્સ માટેના નિયમો બદલવાનું નક્કી કર્યું છે.
GST નિયમોમાં આવી શકે છે ફેરફાર : 1 જાન્યુઆરીથી જીએસટી નિયમોમાં ફેરફાર આવશે. 5 કરોડથી વધુનું વાર્ષિક ટર્નઓવર કરનારા કારોબારીને માટે હવે ઈ-ઈનવોઈસ બનાવવાનું જરૂરી રહેશે.
ફોન સંબંધિત ફેરફાર : નવા મહિને ફોન સંબંધિત ફેરફાર પણ આવી શકે છે. 1તારીખથી દરેક ફોન નિર્માતા અને તેમની આયાત નિકાસ કરનારી કંપની માટે તમામ ફોનના IMEI નંબરનું રજિસ્ટ્રેશન જરૂરી રહેશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.