છેલ્લા 25 વર્ષથી ગામમાં ગાંડાની જેમ રખડતા ભાઈ-બહેન માટે ખજૂર ભાઈએ કાંઈક એવું કામ કર્યું કે…

મિત્રો ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાણીને તો તમે જરૂર ઓળખતા હશો. ખજૂર ભાઈ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે ચર્ચામાં રહે છે. તેઓ એક સારા એવા યુટયબર સાથે ખરા અર્થમાં એક સમાજસેવક બનીને ઉભરી આવ્યા છે. ખજૂર ભાઈ પોતાના કરિયરની શરૂઆત કોમેડી વિડિયો દ્વારા કરી હતી.

અત્યાર સુધીમાં ખજૂર ભાઈ ઘણા ગરીબ લોકોના જીવન બદલી નાખ્યા છે. લોકોની સેવા કરવાની વાત આવે ત્યારે ખજૂર ભાઈ અગ્રેસર હોય છે. ગુજરાતના દરેક ગામ અને ઘરમાં ખજૂર ભાઈનું નામ ગુંજી રહ્યું છે. બસ ત્યાર પછી ખજૂર ભાઈ પોતાનું સેવાકીય કામ કોઈ દિવસ અટકાવ્યું નથી. ખજૂર ભાઈ અત્યાર સુધીમાં સેકડો લોકોને નવા ઘર બનાવી આપ્યા હશે. હાલમાં ખજૂર ભાઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

જ્યારે ગુજરાતમાં તાવતે વાવાઝોડું અને આવ વાવાઝોડામાં હજારો ગરીબ લોકો બે ઘર થઈ ગયા હતા. આવી પરિસ્થિતિમાં ખજૂર ભાઈ સૌપ્રથમ લોકોની સેવા કરવા માટે આગળ આવ્યા હતા. જેમાં તેઓ એક ભાઈ બહેનને ઘર બનાવી દે છે. વીડિયોમાં ખજૂર ભાઈ કહી રહ્યા છે કે, ગુજરાતના સુલતાનપુરની પહેલી મહિલા વકીલ જે છેલ્લા 25 વર્ષથી પાગલની જેમ ગામમાં ફરતી હતી.

જ્યારે ગુજરાતમાં વાવાઝોડું આવ્યું ત્યારે વાવાઝોડામાં આ બંને ભાઈ બહેનનું ઘર પડી ગયું હતું, જેથી બંને ભાઈ બહેન એક નાનકડી એવી રૂમમાં રહે છે.

તેમને એક મોટો ભાઈ પણ છે જેવો રિક્ષા ચલાવતા હતા અને તેમની એક આંખ ખોટી થઈ ગઈ છે અને બીજી આંખે તેમને મોતિયો છે. જેના કારણે તેઓ આજે ઘરે બેઠા છે અને કમાવવા વાળુ કોઈ નથી. ખજૂર ભાઈ વધુમાં બંને વૃદ્ધ ભાઈ બહેનોની માસી વિશે વાત કરતા જણાવે છે કે, મિત્રો દુઃખની વાત તો એ છે કે તેમની માસીની ઉંમર 75 વર્ષની છે.

ખજૂર ભાઈનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બંને વૃદ્ધ ભાઈ બહેનોની પરિસ્થિતિ જોઈને ખજૂર ભાઈ પણ રડી પડે છે. તેમને પણ એક આંખ નથી અને બીજી આંખે મોતિયો છે. છતાં પણ તેઓ છેલ્લા 25 વર્ષથી બંને ભાઈ બહેનને કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના રસોઈ બનાવીને જમાડે છે. આને કહેવાય માંની શાંતિ મમતા. પછી ખજૂર ભાઈ કહે છે કે ચાલો તેમનું ઘર બનાવી આપી.

પરંતુ હવે ખજૂર ભાઈ બંને વૃદ્ધ ભાઈ બહેનોને એક ઘર બનાવી આપશે અને તેમની કાળ જેવી જિંદગીમાં ખુશીનો માહોલ ભરી આપશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *