ક્રિકેટર રિષભ પંતનો ભયંકર અકસ્માત, આખી કાર બળીને રાખ, ગેટ્સ વેલ સુન

નમસ્તે મિત્રો, આજના સૌથી મોટા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે જેમાં ક્રિકેટર રિષભ પંતની ગાડીનો ભયંકર અકસ્માત થયો છે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંતની ગાડીનેે દિલ્હીથી પરત ફરતા મોટો અકસ્માત થયો છે. રૂડકીના નારસન બોર્ડર પર હમ્મ્દપૂર ઝાલા ના સમીપ વણાંક પર એની કારનું એક્સિડન્ટ થયો.

ક્રિકેટર દિલ્હીથી રૂડકી સ્થિત તેમના નિવાસસ્થાને જઈ રહ્યો હતા. આ દરમિયાન રસ્તામાં તેમની કારનો અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર બેકાબૂ થઈને પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને પછી બળીને રાખ થઈ ગઈ. રિષભ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.આ ગોઝારા અકસ્માત બાદ તેમને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મહત્વનું છે કે ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે. રૂરકીમાં આ ઘટના મેંગ્લોર કોતવાલી વિસ્તારમાં બની હતી. રિપોર્ટ અનુસાર ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હતો. ગાડી ડિવાઈડર સાથે ભટકતા લાગી આગ.અને ફાસ્ટ ગાડી ડીવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં તરત જ આગ લાગી ગઈ. આ અકસ્માતમાં પંતને ઘણી ઈજા થઈ છે. સ્થળ પર હાજર સ્થાનિક લોકોએ પંતને કારમાંથી બહાર કાઢ્યો અને પછી 108ને ફોન કરીને જાણ કરી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *