અમદાવદમાં યુવતી નિર્વસ્ત્ર થતી હોય તેવા મોર્ફ ઓડિયો-વિડિયો મિક્સિંગથી બ્લેકમેઈલિંગ કરીને યુવકે માણ્યું અનેક વાર શારીરિક સુખ જોવો વીડિયો થયો વાયલર

એક વેપારી યુવકને થોડા દિવસ પર ફેસબૂક પર એક મેસેજ મળ્યો. યુવતીનો મેસેજ જોઈને ફેસબૂક ફ્રેન્ડશીપ સ્વિકારી અને એ પછી મેસેન્જર પર વાતચિતનો દોર શરૂ થયો. યુવકનો ફોન નંબર મેળવી લેવામાં આવ્યો અને વોટ્સ-એપ ચેટ પર વાતચિત શરૂ થઈ. ચેટ થયા પછી કોલમાં યુવતી વાત કરવા લાગ અને એક દિવસ વિડિયો કોલ કરવા માટે ઈજન આપવામાં આવ્યું.

યુવકને વિડિયો કોલ આવ્યો તેમાં યુવતીએ 15 સેકન્ડસ સુધી ઉત્તેજક દ્રશ્યો રજૂ કર્યાં. 15 સેકન્ડસનો વિડિયો પૂરો થયો તે પછી યુવકે ચેટ કરીને નગ્ન થવા મજબૂત કરવામાં આવ્યો. યુવક નગ્ન થયો ને 15 જ મિનિટમાં તેને એક કોલ આવ્યો અને બ્લેકમેઈલિંગ શરૂ થયું અને બે લાખ રૂપિયા માગવામાં આવ્યાં. આ ફરિયાદ સાયબર પોલીસ સુધી પહોંચી ચૂકી છે અને તપાસ ચાલી રહી છે.

સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, જે યુવતીએ 15 સેકન્ડસ સુધી ઉત્તેજક દ્રશ્યો રજૂ કર્યાં તેવી કોઈ યુવતીનું અસ્તિત્વ જ નથી. કોમ્પ્યુટર ઉપર યુવતીની આભા ઉભી કરતી 15 સેકન્ડસની માદક વિડિયો ક્લિપ તૈયાર કરવામાં આવી હતી. યુવતીનો સોહામણો ચહેરો પણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પરથી ઉઠાવી લેવામાં આવ્યો હતો.

ચોંકાવનારો ઘટસ્ફોટ એવો થયો છે કે ટીવી સિરિયલમાં નાના રોલ કરતી યુવતીઓના વિઝ્યુઅલ્સ લઈને તેને મોર્ફ કરી નિર્વસ્ત્ર યુવતીના આર્ટીફિશિયલ વિડિયો તૈયાર કરવામાં આવે છે. લલચામણા અને ઉત્તેજક હાવભાવવાળા વિડિયો બનાવવા માટે સોહામણા ચહેરાથી એવા મોર્ફ વિડિયો બનાવવામાં આવે છે કે, યુવતીની લોભામણી વાતોમાં ગૂંથાયેલી વ્યક્તિ આવા વિડિયોનો ભેદ પારખી શકતી નથી.

ચોંકાવનારી બાબત એ પણ છે કે, સોશિયલ મિડિયા પ્લેટફોર્મથી ફસાવવામાં આવેલી વ્યક્તિ સાથે યુવક વાત કરતો હોય છે. પરંતુ, ખાસ પ્રકારના સોફ્ટવેરના કારણે સામેથી યુવતી બોલતી હોય તેવો અવાજ સંભળાતો હોય છે. આમ, ખાસ સોફ્ટવેરથી ઓડિયો મિક્સિંગ કરીને બ્લેકમેઈલિંગનું રેકેટ ચાલે છે.

જાણકારોનું કહેવું છે કે, વિડિયો અને ઓડિયોનું મિક્સિંગ કરીને વિડિયો કોલમાં ઉત્તેજક દ્રશ્યો ચાલુ હોય છે તેવા સમયે જ ચેટિંગ કરીને શિકારને ફસાવવામાં આવે છે.

ઉત્તેજક વાતોનું ચેટિંગ કરીને થોડા સમય માટે વિડિયો કોલ કરીને મોર્ફ કરેલી ઉત્તેજક વિડિયો ક્લિપ અને માદક અવાજવાળા ઓડિયો મિક્સિંગથી મિત્ર બનાવાયેલા પુરૂષને કપડાં ઉતારવા માટે મજબૂર કરવામાં આવે છે. કપડાં ઉતારવામાં આવે તેનો વિડિયો બનાવી લેવામાં આવે તે પછી બ્લેકમેઈલિંગનું રેકેટ શરૂ થાય છે.

એક વખત વિડિયો ઉતરી ગયા પછી ફોન કરીને પૈસાની માગણી કરવામાં આવે છે. નગ્ન વિડિયો ઉતારતાં પહેલાં જ દોસ્તીના બહાને જે તે વ્યક્તિના નજીકના લોકોની વિગતો એકત્ર કરી લેવાય છે. બાદમાં, નગ્ન વિડિયો પરિવાર, સ્વજનો કે સોશિયલ મિડિયા ઉપર વહેતો કરવાની ધમકી આપીને પૈસા પડાવવામાં આવતાં હોય છે.

આ પ્રકારની ગેંગ રાજસૃથાન અને હરિયાણાની છે. મેવાત અને અલવર વિસ્તારના ચિટર યુવકોની ગેંગ હવે અમદાવાદના અમુક સૃથાનિક યુવકોને સાધી ચૂક્યા છે. બ્લેકમેઈલિંગના નાણાં મેળવવા માટે સૃથાનિક યુવકોને મોકલવામાં આવે છે. આ ટોળકી ટોર અને ડાર્કવેબનો ઉપયોગ કરે છે તેના કારણે સેક્સટોર્શન કરતી ગેંગને પકડવી સાયબર ક્રાઈમ બ્રાન્ચ માટે પણ આસાન નથી.

ડાર્ક વેબથી ગુજરાત કે આસપાસના રાજ્યમાંથી વાત થતી હોય પણ વિદેશથી વાત થતી હોય તેવું જણાય છે. આશ્ચર્યની વાત એ છે કે, સાવ ઓછું ભણેલાં યુવકોએ વર્ચ્યૂઅલ વર્લ્ડમાં બ્લેકમેઈલિંગ કરી છેતરપિંડીનું નેટવર્ક ઉભું કરવામાં હથોટી મેળવી લીધી છે. વર્ષેદહાડે ગુજરાતમાં જ આ પ્રકારે બ્લેકમેઈલિંગથી કરોડો રૂપિયાની છેતરપિંડી થાય છે.

પૂરતું અક્ષરજ્ઞાાન ન હોય તેમ છતાં ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને કલાકાર યુવતીઓના ચહેરાનો દુરૂપયોગ કરીને કાલ્પિનિક વેબક્લિપ્સમાં યુવતીઓની અંગભંગિમા દર્શાવવામાં અને સ્ત્રીના લહેકામાં વાતચિત કરી ઓડિયો મિક્સિંગથી સ્ત્રીનો અવાજ રજૂ કરે છે.પોલીસનું કહેવું છે કે, કોરોના પછી હની ટ્રેપનો શિકાર બનનારાંની સંખ્યા વધી છે અને દર અઠવાડિયે આવી એક અરજી પોલીસને મળે છે.

જો કે, આવા ચિટિંગનો ભોગ બનનાર લોકોની સંખ્યા દસગણી કરતાં વધુ છે. આવા લોકો પૈસા ચૂકવીને પીછો છોડાવ્યા પછી પોલીસ ફરિયાદથી દૂર રહે છે. જો કે, સાયબર ક્રાઈમ બ્રાન્ચે અરજીઓ આધારિત ઊંડી તપાસ કરીને આવી ટોળકી સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોનું કહેવું છે કે રાજસૃથાન, હરિયાણા અને ઝારખંડથી આવી ચિટર ગેંગ ગુજરાતના લોકોને મોટાપાયે ટાર્ગેટ કરી રહી છે.

રાજસ્થાન અને હરિયાણાની ચિટર ટોળકીએ હવે સેક્સટોર્શન શરૂ કર્યું છે. યુવા અને કોલેજીયન વર્ગ હની ટ્રેપ ગેંગનો આસાનીથી શિકાર થઈ જાય છે. પોલીસ સલાહ આપે છે કે, અજાણ્યા નંબર પરથી આવતાં વોટ્સએપ કે ફેસબૂક મેસેન્જર વિડિયો કોલ ઉપાડવાનું ટાળો, ફેસબૂક ફ્રેન્ડશીપ પછી સંવાદ દરમિયાન લલચામણા ફોટોગ્રાફ્સ આવે તો પણ મર્યાદા ન ચૂકો, વિડિયો કોલમાં ન્યૂડ વિડિયો રેકોર્ડ કરી લઈને બ્લેકમેઈલિંગ કરાય છે એટલે અજાણ્યા વિડિયો કોલથી દૂર રહો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *