ભાવનગરમાં કંઢગી હાલતમાં ડોક્ટર સાથે યુવતી કરી ગઈ કાંડ, હોટલમાં બોલાવ્યો અને પછી શારીરિક સુખ માણ્યું વીડિયો ઉતારીને પછી…

ભાવનગરના એક તબીબને ‘હની ટ્રેપ’નો શિકાર બનાવતી ટોળકીએ ‘દોઢ કરોડ’ની માતબર રકમની ખંડણી માંગી બ્લેકમેઇલ કરતી એક યુવતી અને તેના સાગરીત સહિત બેની પોલીસે ધરપકડ કરી છે. જયારે આ બનાવમાં હજુ ત્રણ આરોપીઓ ફરાર હોય જેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરના એક તબીબને સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી કાજલ નામની એક યુવતી સાથેની દોસ્તી ભારે પડી હતી. તબીબ સોશિયલ મીડિયા માધ્યમથી યુવતીના સંપર્કમાં આવ્યા હોય જેથી યુવતીએ તબીબ સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિકટતા કેળવી અને પછી મળવા હોટેલ પર બોલાવ્યો હતો.

હોટેલમાં તબીબને ઠંડા પીણામાં નશાકારક પદાર્થ ભેળવી દેતા તબીબ અર્ધ બેભાન અવસ્થામાં હોય ત્યારે કઢંગી હાલતમાં યુવતીએ તબીબ સાથે વીડિયો બનાવી અને બાદમાં યુવતી અને તેના સાગરીતો દ્વારા તબીબને વીડિયો મોકલી દોઢ કરોડ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી અને જો નહિ આપે તો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

પરંતુ દોઢ કરોડ જેવી માતબર રકમ તબીબ પાસે ના હોય આખરે તબીબે ભાવનગર બોરતળાવ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે ભાવનગર પોલીસે આ બનાવને ગંભીરતાથી લઇ હનીટ્રેપની ઘટનામાં કાજલબેન રાજેશભાઇ વાછાણી રહે. નિકોલ અમદાવાદ, તથા વિજયભાઇ ભોપાભાઇ પરમાર રહે.

નોંધણવદર તા. પાલીતાણા જી. ભાવનગર વાળાને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ઘરી હતી. જયારે હજુ આ ટ્રેપમાં સામેલ અન્ય ત્રણ લોકો ફરાર હોય જેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાં હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. ભાવનગરના એક ડોક્ટર હનીટ્રેપનો સશિકાર બન્યા છે. એક યુવતીએ ભાવનગરના આ ખ્યાતનામ ડોક્ટરને અમદાવાદમાં રહેતી એક યુવતીએ તેમની સાથે મિત્રતા કેળવી મોહજાળમાં ફસાવ્યા હતા.ડોક્ટરને યુવતી સાથે ઓળખાણ ભાવનગરથી થઈ હતી અને પછી આ પ્રકરણ બહારગામમાં આગળ વધ્યું હતું.

આ યુવતી અને ડોક્ટરના સંબંધો એટલા આગળ વધી ગયા હતા કે યુવતીએ ડોક્ટરને હોટેલમાં બોલાવ્યા હતા. ત્યારબાદ હોટેલમાં બંનેએ અંગત પળો માણી હતી, જેનો વિડીયો યુવતીએ ઉતારી લીધો હતો. બાદમાં આ યુવતીએ વિડીયો વાયરલ કરવાના ન બહાને ડોક્ટર પાસે દોઢ કરોડ રૂપિયા માંગ્યા હતા અને ડોક્ટરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.

આ મામલે ડોક્ટરે યુવતી વિરુદ્ધ ભાવનગરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ ડોક્ટરને હનીટ્રેપમાં ફસાવનાર યુવતીની અટકાયત કરવામાં આવી છે તેમજ આ સમગ્ર મામલે મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *