વલસાડમાં બાઇકચાલકને કચડી વીજ પૉલ સાથે અથડાયેલી બેકાબૂ સ્કૂલવાને મારી પલટી સ્ટેઇરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કુદાવી બસ સાથે અથડાઇ ભૂલકાઓના જીવ તાળવે ચોંટયા વીડિયો થયો વાયલર

વલસાડ જિલ્લામાં અકસ્માતની આજે વધુ એક ગોઝારી ઘટના પ્રકાસમાં આવી છે જેમાં વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડર નજીક બાઈકને અડફેટે લીધા બાદ સ્કુલવાન વીજપોલ સાથે ધડાકાભેર અથડાઇ હતી. જે એક બાઇકચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેને લઇને સ્થાનિકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

બાઈકને અડફેટે લીધા બાદ સ્કુલવાન વીજપોલ સાથે અથડાઈવલસાડના ઉમરગામ નજીક સાતપાટી માર્ગ પર અકસ્માત થયો હતો જેમાં શાળાના બાળકો લઈને જતી સ્કૂલવાનના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા સ્કૂલવાન બાઇક સાથે અથડાઇ હતી. જેમાં બાઇક ચાલક જમીન પર પટકાતા તેને ગંભીર ઇજા થવા પામી હતી જે જીવલેણ નિવડતા તેનું મોત નીપજ્યું હતું. બાઈકને જોરદાર ઠોકર મારી સ્કુલવાન સિધ્ધી વીજપોલ સાથે અથડાઈ હતી. વીજપોલ સાથે અથડાયા બાદ વાન પલટી મારી ગઇ હતી.

બાળકોને સામાન્ય ઈજાનોંધનિય છે કે, અકસ્માતગ્રસ્ત સ્કૂલ વાનમાં 9 બાળકો અને એક શિક્ષિકા સવાર હતા આથી ભૂલકાંઓના જીવ તાળવે ચોંટયા હતા. આ ઘટનામાં બાળકોને સામાન્ય ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર કરાઇ હતી જ્યારે બાઈકચાલકનું નિપજ્યુ હતું.

સેલવાસના ડોકમરડીથી યાત્રિ નિવાસ તરફના રીંગરોડ પર એકદંત સોસાયટી નજીક કાર ચાલક ખાડાથી બચવા સાઈડ પરથી કાર હંકારવાના પ્રયાસમાં સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ પર પાર્ક કરવામાં આવેલી ટ્રાવેલ્સની બસ સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં કારમાં સવાર 6 યુવકોને ગંભીર ઈજા થતા 108માં સેલવાસ સિવિલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં એક યુવકનું સારવાર દરમ્યાન મોત થયું છે.

સેલવાસ રીંગરોડ પર આડેધડ પાર્કિંગ અને ખાડાઓના કારણે વારંવાર અકસ્માતની ઘટના બની રહી છે.સોમવારની રાત્રે 6 યુવાનો સેન્ટ્રો કાર નંબર ડીએન-09-ડી-2170 લઈને ડોકમરડીથી રીંગરોડ પર યાત્રિનિવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારે કારચાલકે રસ્તા પરના ખાડાથી બચાવનો પ્રયાસ કરતા સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને રોંગ સાઈડ પર ઉભેલી ટ્રાવેલ્સની બસના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.

જેને કારણે કારમાં સવાર તમામ 6 યુવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ અને 108ની ટીમ સ્થળ પર પહોચી ગઇ હતી અને ઘાયલ યુવકોને કારમાંથી બહાર કાંઢી એમ્બ્યુલન્સમાં સેલવાસ વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાંથી એક યુવકનું સારવાર દરમ્યાન મોત થયુ હતું.આ ઘટના અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

સેલવાસ રીંગરોડ એકદંત સ્કવેરથી લઇ હોટલ પેરામાઉન્ટ સુધી વારંવાર સડક અકસ્માતની ઘટનાઓ બની રહી છે.જેનુ મુખ્ય કારણ ટ્રક અને ટેમ્પોવાળા રીંગરોડ પર ગેરકાયદે પાર્કિંગ કરી દે છે જેના કારણે રસ્તા પર ચાલતા રાહદારીઓ અને બીજા વાહનચાલકોને અવરજવરમાં અને દુરનું જોવામાં તકલીફ પડે છે.આ માર્ગ પર જીવદાની માતા ટ્રાન્સપોર્ટર,રાજસિંહ ટ્રાન્સપોર્ટ અને અન્ય ટ્રાન્સપોર્ટવાળા પોતાની ટ્રક અને ટેમ્પો રીંગ રોડ પર ઉભા રાખે છે એવી સ્થાનિકો દ્વારા પણ ફરિયાદ કરાઇ છે.

રીંગ રોડ પર ગેરકાયદે પાર્કિંગ- રોંગ સાઈડ એન્ટ્રી અંગે પાલિકા સભ્યની એસપીને રાવઘટના બાદ સ્થાનિક પાલિકા સભ્યએ એસપીને સેલવાસ રીંગ રોડ પર ગેરકાયદે પાર્કિંગ અને રોંગ સાઈડ પર વાહનોની એન્ટ્રી અંગે લેખિત ફરિયાદ કરી ટ્રક અને ટેમ્પો વાળા ટ્રાન્સપોર્ટના ગેરકાયદે પાર્કિંગ સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.

ભોગ બનેલ યુવક અને ઇજા પામેલા યુવકોસેલવાસ રીંગરોડ પર અમળીના પરિક્ષત જીતેન્દ્ર સોનવાલ ઉ.વ23નું મોત નીપજ્યું હતું. જ્યારે સાથી મીત્રો અનિકેત પવાર (કારચલક) ઉ.વ.21 હલાત ગંભીર, સિનિલ દયાત ઉ.વ.22, ભાવેશ દિનેશ દયાત ઉવ.22, વિજય ગણેશ સીંગ ઉ.વ 19( હાલત ગંભીર)તથા આશિશ મોહન હાલ સારવાર હેઠળ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *