ભાવનગરમાં જો સંબંધ નહી રાખે તો મારી સાથેના અનૈતિક સંબંધની જાણ ઘરે કરી દેશે લગ્નેત્તર સંબંધનો કરૂણ અંજામ શારીરિક સુખ માન્યું

રાજ્યમાં લગ્નેત્તર સંબંધમાં કરૂણ અંજામ આવ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેમ છતાં કળિયુગી માણસો તેમાંથી કોઈ બોધપાઠ લેતા નથી. આવો જ એક કિસ્સો ભાવનગરમાં સામે આવ્યો છે. ભાવનગરની એક પરણિત મહિલાને નજીકમાં જ રહેતા એક પરણિત રીક્ષા ચલાવતા યુવાન સાથે પ્રેમ થયો હતો.

મહિલા ગામેગામ ફરી કટલરી વેચવાનો વ્યવસાય કરતી હોવાથી યુવાનની રિક્ષામાં ભાલ પંથકના ગામડાઓમાં ફરતી હતી. બંને સાથે રહેતા હોવાથી આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. અને ત્યારબાદ લગ્નેતર સંબંધો શરૂ થયા હતા. પરંતુ અન્ય સાથે પ્રેમ સંબંધ બાંધવાનો મહિલાને કરૂણ અંજામ ભોગવવો પડ્યો. પ્રેમીએ જ તેની હત્યા કરી દેતા મહિલાએ પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ગણેશગઢ નજીક ગોકુળપરા હાઇ-વે પરથી 17 જુલાઈના રોજ એક મહિલાની લાશ મળી આવી હતી. પોલીસે તપાસ શરૂ કરતા પ્રથમ દૃષ્ટિએ મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મહિલા ગામડાઓમાં ફરી કટલેરી વેચવાનો વ્યવસાય કરતી.

શહેરના ફુલસર વિસ્તારની કાંગસિયા દક્ષાબેન શ્રવણભાઇ રાઠોડ હોવાની જાણ થતાં પોલીસે તેના પરિવારને ઘટનાથી અવગત કર્યા હતા. તેમજ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી હત્યાના આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસને પૂછપરછ દરમ્યાન મહિલાને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હોવાની વાત સામે આવતા પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પ્રેમીએ જ તેણીની કરી લાશને ફેંકી દીધી હોવાની બાતમી મળતા પોલીસે ફુલસર વિસ્તારમાં જ રહેતા રિક્ષાચાલક પ્રેમી સાજણ અરજણભાઇ આલગોતરને ગણતરીના દિવસોમાં ઝડપી લીધો હતો

પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા કટલેરીનાં પોટકા લઇ અલગ-અલગ ગામડાઓમાં ફેરી કરતી મહિલા દક્ષાબેન રાઠોડ સાથે તેને લગ્નેત્તર સંબંધ હોવાનું કબૂલ્યું હતું.

તેઓ ઘરેથી નીકળ્યાં બાદ મોટા ભાગનો સમય સાથે જ વિતાવતા હતા. પરંતુ હવે તે આ સંબંધનો અંત લાવવા માંગતો હોવાની વાત તેણે મહિલાને કરી હતી. પરંતુ મહિલાને તેની સાથેના સંબંધ તોડવા મંજૂર નહી હોવાથી મહિલાએ તેને ધમકી આપી હતી કે, જો તે સંબંધ શરૂ નહી રાખે તો તેણી સાથેના આ અનૈતિક સંબંધની જાણ તેના ઘરે કરી દેશે.

મહિલા એ તેવું કહેતા બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને જેમાં સાજણ આલગોતરે દક્ષાબેનની હત્યા કરી દીધી હતી. જે વાતની કબુલાત આપ્યા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં કોર્ટે હુકમ કરતાં પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *