અમદાવાદમાં યુવકે અજાણ્યા વીડિયો કોલ રિસિવ કર્યો સામે એક યુવતીએ કપડાં ઉતારી સ્ક્રિન રેકોર્ડિંગ કરી શારીરિક સુખ માણ્યું બાદમાં શરૂ થયો આવો ખેલ કે જાણીને ચોંકી જાશો

થોડા દિવસો પહેલા મહિલાએ નોઈડાની જાણીતી સોસાયટીમાં રહેતી વ્યક્તિના વોટ્સએપ નંબર પર વીડિયો કોલ કર્યો હતો. આ દરમિયાન મહિલાએ અશ્લીલ વીડિયો બનાવીને સ્ક્રીન રેકોર્ડ કરી લીધી હતી. જે બાદ યુવકને ફોન કરીને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે. તેનાથી પરેશાન થઈને યુવકે નોઈડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.પોલીસ કેસની તપાસ કરી રહી છે.

શું છે મામલોમળતી માહિતી મુજબ સેક્ટર-39 પોલીસ સ્ટેશન વિસ્તારની સોસાયટીમાં રહેતા એક વ્યક્તિને થોડા દિવસો પહેલા વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. તેણે કોલ ઉપાડ્યો તો તે એક મહિલાનો કોલ હતો. તેણે ચીટિંગ કરીને સ્ક્રીન રેકોર્ડરની મદદથી અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. કોલ ડિસ્કનેક્ટ કર્યા બાદ તેને બીજા નંબર પરથી કોલ આવ્યો.

ફોન કરનારે પોતાની ઓળખ અધિકારી તરીકે આપી હતી અને કહ્યું હતું કે તેનો વીડિયો વાયરલ કરવામાં આવશે. આ પછી સીબીઆઈ તેની પૂછપરછ કરવા આવશે. આ ઘટના બાદ યુવક ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. તેણે તરત જ નોઈડા સાયબર પોલીસ સ્ટેશનને આની જાણ કરી. હાલ પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના એક યુવકને અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો અને અને સામે તરફથી યુવતીએ એક પછી એક કપડાં ઉતારવાનું શરૂ કર્યું હતું. જેમાં યુવક ફસાયો અને આ વીડિયો સ્ક્રિન રેકોર્ડ થઈ જતાં યુવકને બ્લેકમેઇલ કરવાનું શરૂ થયું હતું,યુવકે પોતાને બદનામી ના થાય તે માટે ગેંગના માણસોને હજારો રૂપિયા ચૂકવી દીધા છે.

થોડા સમય પહેલા યુવકને વીડિયો કોલ આવ્યો હતો નવા વાડજમાં રહેતો પરિણીત યુવક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. થોડા સમય અગાઉ આ યુવક તેના ઘર પાસે બેઠો હતો. તે સમયે એક યુવતીનો વીડિયો કૉલ આવ્યો હતો. જે કોલમાં સામે યુવતી હતી, જે પોતાના કપડાં ઉતારવા લાગી હતી.આ વીડિયો રેકોર્ડ થઈ ગયા બાદ યુવતીએ યુવકને ફોન કરીને ધમકી આપી કે, વીડિયો કોલનો વીડિયો અપલોડ ન કરવો હોય તો પૈસા આપવા પડશે. રૂ. 10 હજાર આપ્યા બાદ ફરી આ મહિલાનો મેસેજ આવ્યો અને યુટ્યૂબ પર વીડિયો અપલોડ ન થવા દેવો હોય તો બીજા પૈસા આપો તેવું કહેતા યુવકે ફરી 10 હજાર આપ્યા હતા. બાદમાં ત્રીજીવાર ફોન આવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ ન થવા દેવો હોય તો પૈસા આપો તેવું કહેતા યુવકે ફરી રકમ ટ્રાન્સફર કરી હતી.

વીડિયો ડિલીટ કરવા પૈસા પડાવ્યાફરીથી આ મહિલાએ યુવકનો સંપર્ક કરી અન્ય સોશિયલ મીડિયા પર વીડિયો ન મૂકવા અને વીડિયો ડિલીટ કરવા માટે નાણાંની માંગણી કરી હતી. યુવકે કુલ સાત અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી ઓનલાઈન રૂ. 66 હજાર ટ્રાન્સફર કરી દીધા બાદ પણ મહિલાએ રૂપિયાની માંગણીઓ કરતાં આખરે યુવકે સાયબર વિભાગનો સંપર્ક કર્યો હતો. હાલ આ પ્રકરણમાં ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે

મોડ્સ ઓપરેન્ડી કેવી હોય છેન્યૂડ વીડિયો-રેકોર્ડ કરી ખંડણી ઉઘરાવતી આ પ્રકારની ટોળકી પોતાને મહિલા તરીકે ઓળખ આપીને સામેની વ્યક્તિ સાથે મીઠી-મીઠી વાતો કરી વિશ્વાસમાં લઈ મોબાઈલ નંબરની આપ-લે કરે છે. આખરે વીડિયો કોલ કરી ગઠિયો નગ્ન હાલતમાં દેખાતી સ્ત્રીનો વીડિયો પોતાના મોબાઈલ સ્ક્રિન પર ચાલુ કરી દે છે, જે જોઈને સામે છેડે વ્યક્તિ લલચાઈ છે. ગઠિયો સ્ક્રિન-રેકોર્ડિંગ મારફત સામે છેડે વ્યક્તિનો ક્ષોભજનક પરિસ્થિતિનો વીડિયો રેકોર્ડ કરી રૂપિયા પડાવે છે.

અજાણ્યા નંબર પર મિત્રતા કરવાના મેસેજ કરી લોકોને છેતરાય છેહાલના સમયમાં અનેક લોકોને વિવિધ નંબર પર મિત્રતાની વાત કરતાં મેસેજ આવે છે. ત્યારબાદ આ મિત્રતામાં લોકોને એક પૂર્વયોજિત કાવતરાં પ્રમાણે ફસાવવામાં આવે છે. જેના લીધે અનેક લોકો શરમના કારણે આ મોં માંગ્યા રૂપિયા પણ આપી દેતા હોય છે. આવા અનેક કિસ્સા હાલ બની રહ્યા છે ત્યારે સાયબર વિભાગ કોઇ પણ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવાનું ના પાડે છે. હાલ આવા અનેક બનાવમાં પોલીસે ગુનો નોંધ્યો છે અને આરોપીઓ મોટાભાગે અન્ય રાજ્યમાંથી આ રેકેટ ચલાવતા હોવાનું સામે આવી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *