હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારનાં મૃત્યુ, ટ્રેક્ટર સાથે ટક્કર બાદ કાર કચુંબર થઈ ગઈ
રાજકોટ-જામનગર હાઇવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચે જોરદાર ટક્કરમાં 4 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટના પડધરી પાસે પડધરી તરફ જઈ રહેલી કાર અને સામેથી આવતા ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા અકસ્માત સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ પણ દોડી આવી હતી.
આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. રાજકોટ-જામનગર હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માતમાં અજય પ્રવીણ જોશી, હિમાંશુ પરમાર, કિરીટ ડોબરીયા અને અજય છગનભાઇનું મૃત્યુ નિપજ્યું છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના પરિવારને જાણ કરી મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મહેસાણા જિલ્લામાં પણ સર્જાયો અકસ્માત અત્રે ઉલ્લેખનીય છે કે, આજે મહેસાણાના નંદાસણ નજીક અકસ્માતમાં એક મહિલા અને એક બાળકનું મોત થયું છે. સુરતથી જોધપુર તરફ જતી લક્ઝરી બસના ડ્રાઈવરે મહેસાણાના નંદાસણ નજીક અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. જે બાદ રાહદારીઓના ટોળે ટોળા બનાવ સ્થળે એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી હતી. ક્રેનની મદદ બસમાં સવાર મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
2ના મોત અને 6 લોકો ઈજાગ્રસ્ત આ દુર્ઘટનામાં એક મહિલા અને એક બાળકનું કરૂણ મૃત્યુ થયા હતા. તો આ ભયાનક અકસ્માતમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે કલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નોંધયનીય છે કે, સુરતથી જોધપુર તરફ જતી લક્ઝરી બસમાં 18થી 20 જેટલા મુસાફરો સવાર હતા. હાલ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “thegujjuman.com” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ the gujju man ”સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.