માર્કેટયાર્ડ માં કેસર કેરી ની થયા ઢગલા, 10 કિલોના ભાવ જાણીને થઇ જશો ખુશ ખુશાલ, જાણો એક ક્લીક થી ભાવ

નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાંના છીએ કેસર કેરી ના ભાવ અને એની આવક વિશે. માર્કેટ યાદ માં કેસર કેરીની આવક હવે શરુ થી ગઈ છે. કમોસમી વરસાદ અને વાતાવરણની અસરને કારણે કેસર કેરીની આવક સામાન્ય સમય કરતા મોડી શરુ થઇ છે. પરંતુ હવે ધીમે ધીમે કેરીની આવકમાં વધારો થવા લાગ્યો છે.

જુનાગઢ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના ઢગલા થયા છે. આજ રોજ ચારથી પાંચ હજાર કેસર કેરીના બોક્ષની આવક થઇ હતી. જેના કારણે હવે સામાન્ય લોકો સુધી પણ કેસર કેરી પહોંચી જશે. બોક્ષ દીઠ ભાવ જાણીને તમે પણ થઇ જશો ખુશ ખુશાલ.કેરીની મહારાણી ગણાતી કેસર કેરીની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે.

પરંતુ છેલા થોડા વર્ષોથી કેરીને વાતાવરણનું ગ્રહણ લાગતું આવ્યું છે અને દર વર્ષે કેરીનો પાક થોડે ઘણે અંશે બગડે છે અથવા મોડો આવે છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને વાતાવરણને કારણે કેરીના પાક પર અસર થઇ હતી. જુનાગઢ પંથકની કેસરની ખૂબ માંગ હોય છે અને કેરીનું હબ પણ ગણાય છે. પણ ચાલુ વર્ષે કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે.’

જૂનાગઢ માર્કેટ યાર્ડના વેપારીએ આ અંગે જણાવ્યુ કે, હાલ આ સમયમાં ૨૫થી 30 હજાર બોક્ષની આવક હોય છે તેની સામે ૪થી ૫ હજાર બોક્ષની આવક થઇ છે. સીઝન લાંબી ચાલશે હાલ 10 કિલોના 500થી 1100 રૂપિયા છે જે કેરીની આવક વધતા ઘટે તેવી સંભવના જોવા મળી રહી છે.આ ઉપરાંત વેપારીઓએ એવી પણ જણાવ્યુ છે કે, આવનારા થોડા દિવસોમાં 10 કિલો કેરીનો ભાવ 400થી 800રુપિયે પણ થઇ શકે છે.

ત્યારે કેરીના ઇજારદાર કહે છે કે, કેરીમાં ખુબ નુકશાન છે અમને ઇજારાના ભાવ મળશે કે નહિ તે હજુ નક્કી નથી. પણ હાલ કેરીની આવક વધી છે જો આવા ભાવ રહેશે તો વાંધો નહિ બાકી કેરીમાં ચાલુ સાલે નુકશાન થયું છે.આપને જણાવીએ કે, રાજ્યમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટબન્સ અને સાઉથ વેસ્ટ રાજસ્થાનમાં એર સરક્યુલેશન થવાને કારણે રાજ્યમાં માવઠાની સ્થિતિ સર્જાઇ રહી છે.

આ માવઠાની અસરથી કેરીના ખેડૂતોને ચિંતા છે કે તેમનો પાક સારો રહેશે કે નહીં.હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંદર તારીખ સુધી માવઠાની આગાહી નથી. જ્યારે 24 કલાકમાં એકથી બે ડિગ્રી તાપમાન વધશે. જ્યારે રાજ્યમાં એક દિવસ બાદ એટલે કે, પાંચથી દસમી તારીખમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીની સાથે સામાન્ય માવઠાની આગાહી કરવામાં આવી છે.

માર્ચમાં વારંવાર માવઠું થતું તે જ રીતે એપ્રિલ પણ વાતાવરણ બદલાતું રહેવાની આગાહી કરવામાં આવી છે.તો મિત્રો એકવાર જરૂરથી ચાખજો આ કેસર કેરીનો સ્વાદ.

નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *