અખાત્રીજના પવન પરથી ગરમી અને ચોમાસાનો વર્તારો કાઢવામાં આવે છે
નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અખાત્રીજના પવન વિષે . પવન નો વર્તારો બતાવે છે કેવું રહેશે વર્ષ. હોળી બાદ અખાત્રીજનો પણ પવન જોવામાં આવે છે અને ગરમી અને વરસાદનો વર્તારો કાઢવામાં આવે છે. હવામાન નિષ્ણાત અખાત્રીજનો પવન જોઈને ચોમાસું કેવું રહેશે, તેનું પુર્વાનુમાન લગાવતા હોય છે.
જોકે, વર્ષો પહેલા પણ ચોમાસાનો વર્તારો હોળીનો પવન અખાત્રીજનો પવન જોઈને કરાતો હતો. જોકે, હવે અખાત્રીજ આવી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસેથી જાણીશું કે, પવન કેવી રીતે જોવો જોઈએ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું છે કે, અખાત્રીજના દિવસે સવા હાથનું રાડું એટલે કે (સીધી સડી) લઈ પવન જુઓ.
ગરમીનું માપ કાઠવાની અખાત્રીજની રીત છે. અખાત્રીજની બપોરે સવા હાથનું રાડુ એટલે કે (સીધી સડી) ઉભી કરવી અને જો ઉત્તરમાં 3થી 6 કથુ પડછાયો જાય તો ઉતમ ગણવો અને 3થી ઓછું અથવા બરાબર થાય તો સમધારણ ગણવું. દક્ષિણમાં પડછાયો જાય તો દુકાળ પડે અને ઉત્તરમાં પડછાયો જાય તો સુર્ય દક્ષિણમાં નમતો હોવાની નિશાની છે.
અખાત્રીજનો પવન જોવાની રીત. દિવસ ઉગતા પહેલા પહેલી ઘડીનો પવન જોવાનો મહિમા છે. પરોઢિયાનો પવન જોવામાં આવે છે. અઢી હાથનું રાડું રાખી મેદાનમાં પવન જોવો જોઇએ. તેમજ જમીન ઉપર ધૂળની ઢગલી કરી પવન જુઓ. દક્ષિણ અગ્નિન પૂર્વનો પવન વાય તો ઉત્તમ ગણવો અને ઉભા કણસલા ફૂકાય તો ભય ઉપજાવે. તેમજ ઈશાનનો વાયુ વાય તો વધુ વરસાદ થાય. અખાત્રીજના દિવસે ઉનાળુ કે શિયાળુ પવનના વાય તો પવન ઉત્તમ ગણાય છે.
હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા હોળીના પવન પરથી વર્તારો કાઢવામાં આવ્યો હતો કે, ચોમાસુ એકદરે સારું રહેશે. તેમજ વરસાદ વાવાઝોડા સાથે આવવાની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાંથી ભેજનું પ્રમાણ વધુ રહેશે. ઘણી વખત વાવાઝોડા સાથે વરસાદ થઈ જવાના કારણે વચ્ચે વરસાદની ખેંચ પડવાના કારણે પિયત આપવુ પડે.
ચૈત્ર સુદ પાંચમના દિવસે ગાડલી જોવામાં આવે છે અને વર્ષ કેવું રહેશે, તેનું તારણ લગાવવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીના દિવસે ગાડલી જોવામાં આવી હતી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગાડલી જોઈને અનુમાન લગાવ્યું છે કે, ગાડલીથી ઉતર તરફ ચંદ્ર હોય તેવું અનુમાન છે. જેના કારણે વર્ષ સારું રહેશે. ચૈત્ર સુધ પાંચમના દિવસે સંધ્યા સમય પછી ગાડલી જોવામાં આવે છે.
જેમાં રોહિણી નક્ષત્રના ઝૂમખા પરથી અનુમાન લગાવવામાં આવે છે. જ્યારે આ વર્ષે ગાડલીની વાત કરીએ તો, રોહિણી નક્ષત્રના ઝૂમકાના ઉત્તર બાજુ ચંદ્ર જોવા મળ્યું હતું. જેના લીધે એકંદરે વર્ષ સારુ રહેશે, તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. અખાત્રીજમાં કઈ રીતે આખા વર્ષનો વર્તારો કી રીતે જોવાઈ છે.
નોંધ : વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.