આ દિવસે થશે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, શું ભારતમાં આ ચંદ્રગ્રહણનો સૂતકકાળ માન્ય રહેશે?
નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું આપણા દેશમાં થઇ રહ્યું છે આ વર્ષનું સૌથી પહેલું ચંદ્રગ્રહણ. હિન્દુ ધર્મમાં ખગોળી ઘટનાનું ધાર્મિક મહત્ત્વ રહેલું છે. જ્યોતિષ અનુસાર ચંદ્રગહણને અશુભ ક્રિયા માનવામાં આવે છે. માન્યતા છે કે, તેના કારણે વ્યક્તિ પર ખરાબ અસર થાય છે, ઉપરાંત જીવનમાં પણ અનેક પરેશાનીઓ આવે છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, ચંદ્રગ્રહણ દરમિયાન ગ્રહોમાં ફેરફાર છે. પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે.જ્યોતિષ અનુસાર ચંદ્રગ્રહણને કારણે રાશિઓમાં ફેરફાર થાય છે. કેટલીક રાશિના જાતકો માટે આ ફેરફાર શુભ સાબિત થાય છે, તો કેટલીક રાશિના જાતકો માટે અશુભ સાબિત થાય છે. જ્યારે ગ્રહણ લાગે છે, ત્યારે સૂતકકાળ પણ લાગી જાય છે.
નોંધનીય છે કે ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ દરમિયાન કંઈપણ કાર્ય ના કરવું જોઈએ. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ક્યારે થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 5 મે 2023ના રોજ શુક્રવારે લાગશે. આ વર્ષે ચંદ્ર ઉપછાયા ગ્રહણ રહેશે. આ ચંદ્રગ્રહણ 5 મેના રોજ રાત્રે 08:45 વાગ્યે શરૂ થશે અને 6 મેના રોજ રાત્રે 01:00 વાગ્યે પૂર્ણ થશે.
માનવામાં આવે છે કે, ચંદ્રગ્રહણના 9 કલાક પહેલા જ સૂતકાળ લાગી જાય છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, તેથી આ ચંદ્રગ્રહણનો સૂતકકાળ ભારતમાં માન્ય નહીં રહે.માનવામાં આવે છે કે, ચંદ્ર પર પૃથ્વીના પડછાયાની જગ્યા તેની ઉપછાયા પડે તો તેને ઉપછાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. ગ્રહણ લાગે તે પહેલા ચંદ્રમા પૃથ્વીની ઉપછાયામાં પ્રવેશ કરે છે.
મહત્વનું છે કે આ પ્રક્રિયાને માલિન્ય કહેવામાં આવે છે. ચંદ્રમા પૃથ્વીની અસલ છાયામાં પ્રવેશ કરે ત્યારે ગ્રહણ લાગી જાય છે. આ કારણોસર ચંદ્રનો પડછાયો સરખો પડતો નથી અને કાળો પડતો નથી. આ ધુંધળાપણાને સામાન્ય રૂપે દેખાતું નથી, તેથી આ ગ્રહણને ઉપછાયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.
નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.