કેવું રહેશે આ વર્ષનું ચોમાસુ ? કઈ તારીખથી આવશે વરસાદ, અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી

નમસ્તે મિત્રો, આજે અપને વાત કરીશું અખાત્રીજના પવન પરથી અંબાલાલ પટેલે શું આગાહી કરી છે એના વિષે સામાન્ય રીતે શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુમાંથી ચોમાસામાં કેવુ રહેશે, હવામાન વિભાગનુ શું અનુમાન છે તેમજ હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે આ તમામ જાણવા માટે લોકોને ઉત્સુકતા હોય છે.

હોળીના પવનના વર્તારા બાદ અખાત્રીજના પવન પરથી પણ વર્તારો કાઢવામાં આવતો હોય છે. અખાત્રીજના દિવસે પરોઢીએ(વહેલી સવારે) પવનની દિશા જોવામાં આવે છે. ત્યાર બાદ ચોમાસું કેવુ રહેશે તેનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યુ છે કે, આ વખતે અખાત્રીજનો પવન ગાંધીનગર ખાતેથી જોવામાં આવ્યો હતો.

અખાત્રીજના દિવસે પરોઢનો પવન નૈઋત્ય પશ્ચિમ અને સહેજ ઉતર તરફનો હતો. ઉતર ગુજરાતમાં ભાગોમાં નૈઋત્યના વાવળ મળ્યા છે. આથી આગામી ચોમાસું સમધારણ રહે. વરસાદ વહેલો આવે અને પવન વાયવ્ય તરફનો ઝુકાવ હતો જેના કારણે આંધી વંટોળ સાથે વરસાદ આવે. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, ચોમાસું સમધારણ રહેવાની શક્યતા રહેલી છે . દક્ષિણ પવન ન હતો એટલે એકંદરે દુષ્કાળ ઉતેજક ન ગણાય એટલે ચોમસું સમધારણ રહે.

ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. જ્યારે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે હોળીની જાર પરથી વર્તારો કાઢતા જણાવ્યુ હતુ કે, ચોમાસું એકંદરે સારું રહેશે. વરસાદ વાવાઝોડા સાથે આવવાની શક્યતા છે. સાથે અખાત્રીજના દિવસે પણ પવન જોવાતા ચોમાસું સમધારણ રહેવાનું અનુમાન છે. આ સાથે વાવઝોડા સાથે વરસાદની શક્યતા છે. ચોમાસાનો વરસાદ વહેલો આવવાનું અનુમાન છે.

ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન છે. જોકે, ચોમાસામાં વરસાદ કેટલો થશે. તેના કરતા જ્યારે જ્યારે કૃષિ પાકને જરૂર હોય ત્યારે વરસાદ થાય તો કૃષિ પાકને ફાયદો થાય અને ઉત્પાદન સારુ થાય. પરંતુ એક સાથે વરસાદ પડી જાય અને પછી વરસાદ ખેચાય તો નુકસાન થાય છે. પરંતુ આશા રાખીએ ચાલુ વર્ષેનુ ચોમાસુ સારું રહેશે.

આજે અખાત્રીજનાં પવન પરથી અંબાલાલ પટેલ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે અખાત્રીજનાં દિવસે નૈઋત્ય અને પશ્ચિમ તરફનો પવન રહ્યો હતો. આ વખતે ચોમાસું વહેલું આવી શકે છે. તેમજ આગામી 27 એપ્રિલથી 3 મે સુધી ફરી કમોસમી વરસાદ થઈ શકે છે. પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 25 મે અને 10 જૂન દરમ્યાન અરબ સાગરમાં સાયક્લોનિક એક્ટિવ થશે. જેનાથી દક્ષિણ ભારત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે.

હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં અમદાવાદમં પડી રહેલી કાળઝાળ ગરમીને લઈને લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે. તેમજ ગરમીમાં રોડ પરનો ટ્રાફિક પણ ઘટ્યો છે. ત્યારે લોકો ગરમીમાં સોડા, શેરડીનો રસ તેમજ છાશ પી ને રાહત મેળવી રહ્યા છે. આગામી સમયમાં હજુ પણ ગરમીનો પારે ઉંચકાવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થવા પામ્યું છે. જેમાં બનાસકાંઠાનાં સૂઈગામનાં વાઘપુરા સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થયો હતો. ત્યારે અગાઉ પણ વરસાદનાં કારણે ખેડૂતોને મોટું નુકશાન થયું હતું. ત્યારે આજે ફરી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *