કાળજું કંપાવી નાખે એવી ઘટના, માતાનો પુત્ર અને પુત્રી સાથે સામુહિક આપઘાત

નમસ્તે મિત્રો, કાળજું કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે. જેમાં સામુહિક આત્મ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. જેની વાત અમે તમને જણાવીશું.વાત જાણે એમ છે કે એક મહિલાએ તેના દીકરી અને દીકરા ને સાથે મળીને સંપૂર્ણ પરિવારે આપઘાત કરી લેતા ચારેકોર ચકચાર મચી ગઈ છે.એમનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે.

ગળતેશ્વરમાં માતાનો પોતાના દિકરા-દિકરી સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઠાસરાના ઉનાળિયા ગામેથી ગઈકાલે માતા નીકળી હતી. ત્યારે બે બાળકો સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું છે. 5 વર્ષની દિકરી અને 3 વર્ષનાં દિકરા સાથે મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. ત્યારે મહિલાનો પતિ અમદાવાદમાં મજૂરી કામ કરે છે.

મહત્વનું છે કે સેવાલીયા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી કાર્યવાહિ હાથ ધરી છે. ત્યારે મહિલાએ શા કારણે આપઘાત કર્યો તે હજુ અકબંધ છે. આ બાબતે ભુપતભાઈએ જણાવ્યું હતું કે, હું ગામનો સરપંચ છું. જે મહિલા તેમજ બાળકોની લાશ મળી આવી એ મારા ગામનાં છે. તે ગત રોજ 10 થી 11 વાગ્યાનાં સુમારે તૈયાર થઈને નીકળ્યા હતા. જે બાદ તેમની લાશ મળી આવી છે. જે મહિલાની લાશ મળી આવી છે તેમની માનસિકતા થોડી ઓછી છે.

આ બાબતે રાઠોડ ગોપાલભાઈ રામાભાઈએ જણાવ્યું હતું કે, એ બેન કાલે 11 વાગ્યાથી મારા પિયર જવું છું તેમ કહી બાળકો સાથે નીકળી ગયા હતા. અને અમને કંઈ પણ જાણ કરી ન હતી. માત્ર એટલું જ કહ્યું હતું કે હું બાળકો સાથે પિયર જવું છું. તેમ કહી નીકળી ગયા હતા.

નોંધનીય છે કે ત્યારે મૃતક મહિલાનાં પતિ મજૂરી કામ કરે છે. સવારે તેઓ અમદાવાદ જાય અને સાંજે પરત આવે છે. બહેન માનસિક રીતે અસ્થિર છે. અગાઉ પણ બે-ત્રણ વખત બહેન નીકળી ગયા હતા. પરંતું અમે તેમને શોધીને પરત લાવ્યા હતા. પહેલા એકલા જતા રહેતા હતા આ વખતે તેઓ બાળકોને લઈને નીકળ્યા હતા.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *