મોચા વાવાઝોડું, ભારત તરફ આવી રહી છે આફત! આગામી 5 દિવસ માટે એલર્ટ, ગુજરાત પર કેવી થશે અસર?
હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીનાં આસપાસનાં વિસ્તારોમાં 8મે થી 12 મે દરમિયાન મધ્યમ વર્ષા જોવા મળી શકે છે. તો સીમાવર્તી વિસ્તારોમાં 8થી 11 મે દરમિયાન ભારે વરસાદની આગાહી છે. આ સિવાય 10 મેનાં અંદમાન-નિકોબાર દ્વીપસમૂહોમાં છૂટોછવાયો વરસાદ આવી શકે છે.
IMDએ કહ્યું કે 8 મેની આસપાસ બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં ચક્રવાતી તોફાન સર્જાય તેવી શક્યતા છે. 7 તારીખની દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને અંદમાન-નિકોબાર તેમજ અંદમાન સાગરની આસપાસનાં વિસ્તારોમાં હવાની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાકથી લઈને 60 કિ.મી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ચક્રવાતી તોફાનનું નામ મોચા છે.
બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તે અંગે વાત કરતા વિજીનલાલ જણાવે છે કે, તે સિસ્ટમ બનવાની સંભાવના 7-8 તારીખની આસપાસ છે. હાલ તેની ગુજરાતના હવામાન પર કોઈ અસરની સંભાવના નથી. જોકે, તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી માટે આપણા ત્યાં વરસાદ પૂર્ણ થઈ રહ્યો છે.
આગાહીમાં, IMD એ કહ્યું હતું કે મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં 8 મે સુધી આગામી થોડા દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે.
મહત્વનું છે કે ગુજરાત પરથી ખતરો ટળી રહ્યો છે પરંતુ બીજી તરફ બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ટૂંકા ગાળામાં વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તે ટ્રેક કરી શકાશે. આ વાવાઝોડાની અસર ક્યાં થશે તે અંગેની હજુ સંભાવનાઓ વ્યક્ત કરાઈ નથી, કારણ કે ડિપ્રેશન કે લો-પ્રેશર ક્રિએટ થયા પછી જ તેની ગતિ સહિતની સચોટ માહિતી મેળવી શકાય છે.
નોંધનીય છે કે અમદાવાદના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે રાજ્યની પાંચ દિવસની આગાહી કરી હતી જેમાં પાછળના ત્રણ દિવસનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. એટલે કે આજે સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારમાં વરસાદ થવાની શક્યતાઓ છે તે આવતી કાલથી બધે તાપમાન વધવાનું ચાલુ થશે. કાલથી કાળઝાળ ગરમી પાડવાની આગાહી પણ કરવામાં આવી છે.
નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.