રોહિણી નક્ષત્ર – મોટી આગાહી , વાવણી, વાવાઝોડું , દુષ્કાળ, આગાહી ,ચક્રવાત સર્જાશે જે 28 મે થી 10 જૂન સુધી

અરબી સમુદ્રમાં પણ એક ચક્રવાત સર્જાશે જે 28 મે થી 10 જૂન સુધી એની અસર જોવા મળશે જો આ ચક્રવાત નો રસ્તો ગુજરાત તરફ રહેશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે.હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ ના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસુ વહેલુ આવવાની પૂરેપૂરી શક્યતા છે.

ઉપરાંત તેઓએ કહ્યું છે કે આ વર્ષે ૨૦ જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી જશે. અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર જોવા જઈએ તો ભારત દેશમાં નૈઋત્યનું ચોમાસુ આવી ગયું છે.નક્ષત્ર અનુસાર જોવા જઈએ તો પૂર્વ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. જેથી આ વર્ષે ચોમાસુ થોડું વહેલું આવવાની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ રોહિણી નક્ષત્રનું વર્ષા વિજ્ઞાનમાં પ્રાચીન સમયથી વધુ મહત્વ રહેલું છે. રોહિણી નક્ષત્રના 4 ભાગોનું અલગ મહત્વ છે. એમાં પણ જો ચોથા ભાગમાં વરસાદ થાય તો સારો વરસાદ થાય છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉનાળામાં રહી શકે છે ચોમાસા જેવો માહોલ, 24મેથી 4 જુન સુધી હવાનું હળવું દબાણ સર્જાશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેઓની અંદાજા મુજબ રોહિણી નક્ષત્રમાં વરસાદ પડી શકે છે. દેશમાં આંધી-વંટોળ સાથે વરસાદની શકયતા હોવાનો મત તેમણે વ્યક્ત કરતાં કહ્યું છે કે 24મેના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. 24મેથી 4 જુન સુધી હવાનું હળવું દબાણ સર્જાશે અને જેમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરરસે.

24 મેની આસપાસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસુ દસ્તક દેશે. આ વખતે ચોમાસું આંદામાન-નિકોબાર સુધી પહોંચી ગયું છે. જૂન મહિનાના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે. કેરળમાં પણ ચોમાસુ વહેલું આવી જશે. કેરળમાં નિયત સમય 1 જૂન કરતા 5 દિવસ વહેલા ચોમાસું આવશે.

અંબાલાલ પટેલ નું કહેવું છે કે સુરતમાં ૧૫મી જૂન આસપાસ વરસાદ આવી જશે. જ્યારે સુરતમાં પુરજોશથી વરસાદ આવશે ત્યારે ધીમે ધીમે આખા ગુજરાતમાં એટલે કે 20 જૂન ની આસપાસ આખા ગુજરાતમાં વરસાદ નું મોજુ ફરી વળશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે મોકા વાવાઝોડાના કારણે અરબ સાગરનો ભેજ છે એ બંગાળના ઉપસાગર તરફ ખેંચાશે જેના કારણે ગુજરાતમાં ગરમી પડવાની શક્યતા છે.

દેશના ઘણા ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે. એટલે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે. બંગાળની ખાડી પર સર્જાયેલ ચક્રવાત ખૂબ જ ગંભીર તોફાનમાં ફેરવાઈ શકે છે અને પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જોકે IMDએ હજુ સુધી લેન્ડફોલ લોકેશન વિશે માહિતી આપી નથી.

IMDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અત્યાર સુધીની સ્થિતિને જોતા આપણે કહી શકીએ કે તે મ્યાનમારના તટની દિશામાં આગળ વધી રહ્યું છે. નીચા દબાણથી ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થતાં જ તેની ચોક્કસ સ્થિતિ જાણી શકાશે. અત્યારે સમુદ્રના મોટાભાગના ભાગોની આસપાસની સપાટીનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં વધુ તીવ્ર બનવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *