ચોમાસાના નક્ષત્ર : ક્યાં સમયે, કઈ તારીખે, ક્યાં વારે ક્યુ નક્ષત્ર બેસે છે? કેવો છે નક્ષત્રમાં વરસાદ?

ખેડૂત મિત્રો અહીં અમે તમને આ વર્ષે ચોમાસામાં કયું નક્ષત્ર ક્યારે બેસવાનું છે ? ક્યાં નક્ષત્રમાં કયું વાહન રહેલું છે ? ક્યો વાર અને કયો સમય ? ક્યાં નક્ષત્રમાં કેવો વરસાદ પડશે ? તેને લઈને સમગ્ર માહિતી અંબાલાલ પટેલ દ્વારા શેર કરવામાં આવી છે. તેની વિગતવાર ચર્ચા આપણે અહીં કરવાના છીએ. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં 15થી 30 જુનની વચ્ચે શરૂ થવાનું છે.

આ વર્ષે ચોમાસા દરમિયાન મંગળ સૂર્યથી આગળ ચાલે છે એટલે ચોમાસુ મધ્યમ રહેશે. ક્યાંક વરસાદ વહેલો થાય તો કયાંક વરસાદ મોડો થાય.સાથે સાથે વંટોળ અને વાવાઝોડાથી પરેશાની વધી શકે છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ મેષમાં અને શનિ કુમ્ભમાં હોવાથી વરસાદના યોગ સારા બને છે.

આદ્રા નક્ષત્ર : સૌપ્રથમ આદ્રા નક્ષત્રની વાત કરવામાં આવે તો સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 26/6/2023 ના રોજ ગુરુવારે સાંજે 5 ને 49 મિનિટે થશે. આ નક્ષત્રનું વાહન ઘેટું છે. આ વર્ષે આદરા નક્ષત્રમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ શકે છે. પુનર્વસુ નક્ષત્ર :- સૂર્યનો પુનવર્સુ નક્ષત્રમાં પ્રવેશ તારીખ 6/7/2023 ના રોજ ગુરુવારે સાંજે 5:00 વાગ્યેને 17 મિનિટે થશે. આ નક્ષત્ર દરમિયાન વાહન ગધેડાનું રહેશે.

પુષ્ય નક્ષત્ર :- સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ તારીખ 20/7/2023ના રોજ ગુરુવારે સાંજે 4 વાગ્યેને 57 મિનટે થશે. આ નક્ષત્ર દરમિયાન વાહન દેડકાનું રહેશે. આ નક્ષત્રમાં રાજ્યમાં સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે. આશ્લેષા(આંધળું નક્ષત્ર) નક્ષત્ર :- સૂર્યનો આશ્લેશા નક્ષત્રમાં શુભ પ્રવેશ તારીખ 3/8/2023ના રોજ ગુરુવારે બપોરે 3:00 વાગેને 56 મિનિટે થશે.

મઘા નક્ષત્ર(મોંઘેરું નક્ષત્ર) :- સૂર્યનો માઘા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 17/8/2023 ના રોજ ગુરુવારે બપોરે 1:00 વાગેને 33 મિનિટે થશે. આ દરમિયાન નક્ષત્રમાં વાહન ઘોડાનું રહશે. મઘા નક્ષત્રમાં આ વર્ષે વરસાદની શક્યતાઓ ઓછી દેખાઈ રહી છે.પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર (પુરબા નક્ષત્ર) :- સૂર્યનો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 31/8/2023 ના રોજ ગુરુવારે સવારે 9:00 વાગેને 33 મિનિટે થશે. આ દરમિયાન વાહન મોરનું રહેશે. આ નક્ષત્રમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં તોફાની વરસાદ પડી શકે છે.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર (ઓતરા નક્ષત્ર) :-સૂર્યનો ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ તારીખ 13/9/2023 ના રોજ બુધવારે થશે. આ નક્ષત્ર દરમિયાન વાહન હાથીનું રહેશે. આ નક્ષત્રમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ પડી શકે છે. તેને લઈને અંબાલાલ પટેલે મોટી શક્યતાઓ આપી છે.

હસ્ત નક્ષત્ર (હાથિયો નક્ષત્ર): સૂર્યનારાયણનો હસ્ત નક્ષત્રમાં પ્રવેશ તારીખ 27/9/2023 ના રોજ બુધવારે બપોરે ત્રણને 55 મિનિટે થશે. આ નક્ષત્ર દરમિયાન વાહન દેડકાનું જોવા મળશે. આ વર્ષે ચોમાસું હાથીયા નક્ષત્રમાં ઉગ્ર બની શકે છે. જેને કારણે ખેડૂતોને ભારે નુકસાની થઈ શકે છે. ચિત્રા નક્ષત્ર :- સૂર્યનો ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ તારીખ 11/10/2013 ના રોજ બુધવારે 8:00 વાગેને 22 મીનીટે થશે. 2023નું વરસાદનું આ છેલ્લું નક્ષત્ર ગણાય છે. આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં ચક્રવાતો ઉત્પન્ન થશે.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *