અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે , સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડશે ભારે વરસાદ
નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હાલમાં જે સિસ્ટમ સક્રિય છે ત્યાર બાદ દેશનું આ વર્ષનું બીજું વાવાઝોડું આવી રહ્યું. જેમાં જો વાવાઝોડા નો માર્ગ ગુજરાત તરફ ફંટાશે તો આ વાવાઝોડા ની અસર થી ગુજરાત ના અલગ અલગ વિસ્તારમા વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. જેની તમામ માહિતી આપણે આ આર્ટિકલમાં જોઈશુ.
મહત્વનું છે કે બંગાળની ખાડીમાં વાવઝોડું સક્રિય થયું છે. વાવઝોડુંનું નામ યમન દેશે મોચા રાખ્યું છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. જોકે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહિ થાય.
અંબાલાલ પટેલનું અનુમાન છે કે મે મહિનાના અંતમાં વાતાવરણ પલટો આવી શકે છે. કારણ કે અરબી સમુદ્ર એક સિસ્ટમ સક્રિય થવાનની શકયતા.
આ વર્ષનું પ્રથમ વાવઝોડું બંગાળની ખાડીમાં સક્રિય થયું છે. જ્યારે બીજું વાવઝોડુ પણ સક્રિય થવાનું છે. 28 મેથી જૂનના પહેલા સપ્તાહમાં અરબી સમુદ્રમાં હળવા પ્રકારનું વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે.
જો વાવાઝોડાનો માર્ગ ગુજરાત તરફ હશે તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શકયતા રહેશે. જો તેનો માર્ગ ઓમાન તરફ હશે તો પશ્ચિમ સોરાષ્ટ્ના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે.
હવે આંધી વંટોળનું પ્રમાણ વધશે. 22 થી 24 મેં માં રાજ્યના કોઈ કોઈ ભાગોમાં સામાન્ય વરસાદની શકયતા રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. પરંતુ ગરમી બાદ ફરી માવઠું થવાની અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.
નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.