આદ્રા નક્ષત્રમાં કેવો છે વરસાદ? વાવાઝોડું અને ડમરી ઉડશે, ચોમાસાની શરૂઆત નબળી, કઈ તારીખે વાવણીલાયક વરસાદ ?
નમસ્તે મિત્રો, મૃગશીર્ષ નક્ષત્રમાં પણ ક્યારેક ગુજરાતમાં વાવણી લાયક વરસાદ જોવા મળતો હોય છે પરંતુ મૃગશીર્ષ નક્ષત્રને ચોમાસાનું નક્ષત્ર ગણવામાં આવતું નથી કેમકે ચોમાસાની શરૂઆત આદ્રા નક્ષત્રથી જ થાય છે.
મૃગશીર્ષ નક્ષત્રમાં પવનનું જોર વધુ રહેતું હોય. એમાં પણ મૃગશીર્ષ નક્ષત્રના પ્રથમ પાયામાં જો સળંગ ત્રણ દિવસ અગ્નિ ખૂણાનો પવન ફૂંકાઈ તો, મોટેભાગે આદ્રા નક્ષત્રના પ્રથમ બે પાયામાં વરસાદ જોવા મળતો નથી. આદ્રા નક્ષત્ર ઉતરતા વરસાદી હવામાન ઉભું થતું હોય છે.
આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ એટલે કે વર્ષાઋતુની શરૂઆત. આદ્રા નક્ષત્રને સ્થિર કોટિનું નક્ષત્ર ગણવામાં આવે છે.
ચોમાસુ કેવું જશે એની વધુ ખાતરી કરવા સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ જો ત્રીજ, ચોથ, આથમ કે નોમના દિવસે થાય તો, વરસાદનું પ્રમાણ ઓછું રહી શકે માટે આ તિથિઓ અશુભ ફળ આપનારી છે.
21 તારીખથી આદ્રા નક્ષત્ર બેસશે અને આ નક્ષત્રમાં ભારે વરસાદ આવશે એવી શક્યતા છે સાથે કઈ તારીખે થઇ શકે છે ધમાધમ વરસાદ જાણીએ અને તે મુજબ આપણી ખેતી કાર્યોને આગળ વધારીએ.
સામાન્ય રીતે જૂન મહિનામાં સૂર્યદેવ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે કે સમયે વરસાદનો વરતારો કરવામાં આવે છે. 2022માં 22 જૂને સવારે 11.44 કલાકે સૂર્યદેવનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થશે. વિક્રમ સંવત-2078ના જેઠ વદ નોમ ને બુધવારે મીનના ચંદ્રમાં રેવતી નક્ષત્ર, શોભન યોગ, ગરકરણમાં સૂર્યદેવ આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમયે વાહન ઘેટું છે. ઉદિત લગ્ન મીન છે.
લગ્ન શુભ ગ્રહનું છે. તિથિ અશુભ છે. યોગ શુભ છે. વાર શુભ ગ્રહ છે. નક્ષત્ર બુધ ગ્રહનું છે અને આદ્રા પ્રવેશ સમયે સિંહ લગ્ન છે. લગ્ન પાપ ગ્રહનું છે. લગ્નેશ સૂર્ય લાભસ્થાનમાં છે. લગ્ન પાપકર્તરી યોગમાં છે. ચંદ્ર આઠમે છે. 22 જૂનથી 6 જુલાઈ વચ્ચે વરસાદની મધ્યમ શરૂઆતની શક્યતા સેવાઈ રહી છે.
નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.