હવામાન વિભાગની આગાહી, વરસાદની આગાહી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ લાવશે વરસાદ?

આજ સવારથી રાજ્યના વાતાવરણમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યાંક ગરમીમાં થોડી રાહત અનુભવાઇ રહી છે, તો ક્યાંક પવન ફૂંકાઇ રહ્યા છે. હાલ હવાને કારણે ગુજરાતમાં તાપમાન ઘટ્યું છે. જ્યારે પવન ફૂંકાવાના કારણે એક-બે ડિગ્રી તાપમાન ઘટવાની સંભાવના છે.

હવેથી દરરોજ ગુજરાતમાં છુટા છવાય વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સીમિત વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડશે. આ વરસાદનો વિસ્તાર ખુબ જ સીમિત હશે એટલે ક્યાં પડશે એ નક્કી નહિ હોય પણ અમુક વિસ્તારમાં પડશે.

વરસાદની શરૂઆત હાલ અમરેલી માં થઇ ચુકી છે જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં હાલ વરસાદ પડ્યો છે. અને સાથે સાથે ભાવનગર જિલ્લામાં પણ વરસાદે તેની અસર બતાવી દીધી છે જયારે અમરેલીના ગળકોટડી ગામમાં આજે કરા સાથે વરસાદ પડ્યો હતો.

આજથી 18 મે સુધી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળવાની આગાહીકાર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાતના વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે.

હાલ મોચા વાવાઝોડની અસરને પગલે આખુ ગુજરાત શેકાયુ હતું. કાળઝાળ ગરમી પડી હતી. ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. ગરમીથી રાહત મેળવવા માંગતા લોકો માટે તેમની આ આગાહી રાહતના સમાચાર બની છે. તેઓએ કહ્યું કે, આજથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળશે. આજથી લઈને 18 મે સુધીના ત્રણ દિવસ ગરમીમાં રાહત મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ગરમી ઓછી થશે.

મોકા ચક્રવાતની અસર સમાપ્ત થતા દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા તેને સાનુકૂળ હવામાન મળતા ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ગરમી ઓછી થશે. 22- 24 મે માં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરુ થવાની શક્યતા છે. 28 મે થી 10 મી જૂન વચ્ચે અરબસાગરમાં ચક્રવાત આવવાની શક્યતા છે.

અરબસાગરના ચક્રવાત અબરસાગર વિસ્તરેલો હોવાથી તેનો માર્ગ ચારથી પાંચ પ્રકારનો હોઈ શકે છે. તેથી પશ્ચિમ કિનારે, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોને પણ અસર થઇ શકે છે. જો ચક્રવાત ઓમાન તરફ ફંટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, અને કચ્છના ભાગોમાં અસર થઇ શકે છે.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *