અંબાલાલ પટેલે કરી સૌથી મોટી આગાહી : આ વર્ષે રોહિણી નક્ષત્રમાં કેવો પડશે વરસાદ? ક્યારે બેસે? કયું વાહન? ચોમાસા પર તેની શું અસર થશે?

નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરીશું વર્ષોથી ગામડાઓમાં નક્ષત્રો અને પવનની દિશા પરથી ચોમાસાનો વર્તરો કાઢવાની પરંપરાઓ ચાલી આવી છે. ત્યારે હવે થોડા દિવસોમાં રોહિણી નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે. રોહિણી નક્ષત્ર બેસતાની સાથે જ વાતાવરણમાં મોટા ફેરફારો થઈ શકે છે. જેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટા સંકેતો આપ્યા છે.

અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે રોહિણી નક્ષત્રમાં કુલ 4 પાયા હોય છે. આ નક્ષત્ર 15 દિવસનું હોય છે. ખાસ કરીને દર વર્ષે રોહિણી નક્ષત્રના પ્રથમ ચરણમાં વરસાદ થતો હોય છે. આ વર્ષે સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ 25 મેના રોજ સવારે 5 વાગેને 56 મિનિટે થશે. 8 જૂન સુધી સૂર્ય રોહિણી નક્ષત્રમાં રહેશે. આ નક્ષત્ર દરમિયાન રોહિણીનું નિવાસસ્થાન સમુદ્ર કિનારે જોવા મળશે અને આ નક્ષત્રનું વાહન દરિયાઈ ઘોડો છે.

ચોમાસામાં નક્ષત્ર નું ખાસ મહત્વ રહેલું હોય છે જેમાં રોહિણી નક્ષત્રને ખાસ ગણવામાં આવે છે. જેની વાત આપણે આ લેખમાં કરેલી છે. બીજા વરસાદના સમાચાર અમારા સાઈટ પર આપેલા છે.

રોહિણીનું નિવાસસ્થાન આ વર્ષે દરિયા કિનારે હોવાને કારણે હવામાન અને ઋતુચક્રમાં મોટા બદલાવો આવી શકે છે. 25 તારીખે રોહિણી નક્ષત્ર બેસે છે. 72 દિવસનું વાયરુ ફૂંકાઈ છે. આ નક્ષત્રના બીજા પાયામાં વરસાદ થાય તો આટલા દિવસ તેમાંથી ઓછા થાય છે. જો રોહિણી નક્ષત્ર ઉતરતા 1 થી 4 જૂનમાં વરસાદ આવે તો ચોમાસુ બરાબર જોવા મળશે. રોહિણી નક્ષત્ર પરથી ખબર પડે કે ચોમાસું મોડું બેસવાનું છે કે વાયરુ ફૂંકાશે.

જો રોહિણી નક્ષત્રમાં બધા દિવસ ગાજવીજ સાથે વરસાદ પડે તો સારા સંકેત છે. જો નક્ષત્ર ઉતરતા વરસાદ જોવા મળે તો ચોમાસું મધ્યમથી સારું જોવા મળે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે રોહિણી નક્ષત્રના ત્રીજા અને ચોથા પાયામાં સારામાં સારો વાવણી લાયક વરસાદ થશે. બીજી તરફ મે મહિનાના અંતિમ દિવસોમાં વાતાવરણમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને 28 મેના રોજ અરબી સમુદ્રમાં મોટા ચક્રવાતો ઉત્પન્ન થવા જઈ રહ્યા છે.

કૃતિકા નક્ષત્રમાં ભારે હલચલ જોવા મળી શકે છે. જેને કારણે પવનની ગતિમાં વધારો થશે. રાજ્યમાં 28 મેથી 10 જૂનમાં સારામાં સારા વરસાદની શક્યતા દેખાઈ રહી છે. આ વર્ષે રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ દેખાઈ રહ્યો છે. જેને કારણે ચોમાસુ સારામાં સારું રહેવાના એંધાણ મળી રહ્યા છે.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *