વાવાઝોડાને લઈને આંબાલાલ પટેલની વધુ આગાહી, શું કોઈ મોટી નવાજૂની થશે? આજે જ જાણો આ ખાસ આગાહી
હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા દર વર્ષે ચોમાસાને લઈને મોટી આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે. અંબાલાલ પટેલે કરેલી આગાહીઓ મોટેભાગે સાચી પડતી હોય છે. રાજ્યમાં ફરી એકવાર મોટું સંકટ આવી રહ્યું છે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના હવામાનમાં આગામી દિવસોમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
તાજેતરમાં નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મે મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે 28 મેની આજુબાજુ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવા જઈ રહ્યું છે. તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક વધુ ચુકાવનારી આગાહી જાહેર કરવામાં આવી છે. આગાહી પરથી એવું લાગી રહ્યું છે કે શું રાજ્યમાં કંઈક નવાજૂની થવાની છે. અમે આ લેખમાં તેની વિગતવાર વાત તમને જણાવીશું.
સૌપ્રથમ આ વર્ષના હવામાન વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં આ વખતે શિયાળાની શરૂઆત ખૂબ જ મોડી થઈ હતી. શિયાળા બાદ ઉનાળો જેવું લાગી રહ્યું નહોતું. સતત વરસાદને કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ તમામ ઘટનાઓ જોવા મળી હતી. ત્યારબાદ હવે ફરી એકવાર રાજ્યમાં ગરમી પડી રહી છે. પરંતુ હવે ગરમીનો છુટકારો મળવાની મોટી સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
રાજ્યમાં બે દિવસથી પવનની દિશામાં બદલાવો જોવા મળ્યા છે. અને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. વાદળછાયુ વાતાવરણ બનવાને કારણે ગરમીમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે વાતાવરણ ભેજ પ્રમાણ વધ્યું છે. આગામી ચાર દિવસ હજુ તાપમાન વધી શકે છે. તેને લઈને હવામાન વિભાગે મોટું અનુમાન લગાવ્યું છે. ત્યારબાદ હવે અંબાલાલ પટેલના મતે મે મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં તોફાની ચક્રવાતો ઉત્પન્ન થવા જઈ રહ્યા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આગાહી કરતા જણાવે છે કે આવતા દિવસોમાં 18 અને 19 તારીખે ધુળ, આંધી અને વંટોળનું પ્રમાણ વધશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડાની વિશેષ અસર જોવા મળશે. મે મહિનાના અંતિમ દિવસોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. તારીખ 22 થી 24 મે ની આજુબાજુ રાજ્યમાં પ્રિ મોનસુન એક્ટિવિટી શરૂ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 31 મેના રોજ અરબી સમુદ્રમાંથી તીવ્ર વાવાઝોડું સક્રિય થશે. જે રાજ્યમાં નવાજૂની કરી શકે છે.
નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.