અંબાલાલ પટેલની 25થી 29 તારીખમાં તોફાની વરસાદની આગાહી, ક્યાં-ક્યાં પડશે?

આજથી શરુ થનાર પ્રિ-મોન્સૂન વરસાદના રાઉન્ડમાં સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત, અમુક મધ્ય ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં થશે ત્યાં છૂટક વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પણ જોવા મળશે.

સૌરાષ્ટ્રમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે ત્યાં પણ સીમિત વિસ્તારમાં વાવણીલાયક વરસાદ પડી જશે. દક્ષિણ ગુજરાતમાં ઓછા વિસ્તારમાં વરસાદ પડશે.

આ રાઉન્ડ છુટા છવાયા વરસાદનો રાઉન્ડ છે બધે વરસાદ નહિ પડે. અમુક જગ્યા એ મીની વાવાઝોડું – કડાકા ભડાકા સાથે વરસાદ થશે તો કયાંક કરા પણ પડશે.

આ રાઉન્ડમાં 28-29-30 તારીખમાં સૌથી વધુ અસર રહેશે. આ રાઉન્ડ 25 થી 30 – 31 સુધી ચાલશે. રાજ્યમાં થોડા દિવસ બધે પવનનું જોર વધુ રહેશે.

અંબાલાલ પટેલે ફરી એકવાર ચોમાસા જેવા વરસાદની આગાહી કરી છે. ચાલુ મહિનાના અંતમાં ભારે વરસાદની થવાની સંભાવના છે. અંબાલાલ પટેલે રાજ્યના ઘણાં ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં 25, 26, 27, 28 અને 29 તારીખે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. તેમણે કહ્યું કે વાવ, થરાદ, અરવલ્લી, સાબરકાંઠાની સાથે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, બોડેલી, નડિયાદ, ખેડામાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

પ્રિ-મોનસૂન એક્ટિવિટી દરમિયાન મધ્ય અને ઉત્તર ગુજરાત સિવાય તેમણે પંચમહાલના અને પૂર્વ ગુજરાતના ભાગોમાં તેમજ સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો અને દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

આખા ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ બની શકે છે. તેમણે રોહિણી નક્ષત્રની સ્થિતીને જોતા પ્રિ-મોનસુનમાં ચોમાસા જેવી સ્થિતિ બનશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે.

જૂન મહિનાની શરુઆતમાં અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળી શકે છે. આ રીતે બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળી શકે છે.

અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ બન્યા બાદ ચક્રવાત બનવાની પણ શક્યતાઓ રહેલી છે. જોકે, ચક્રવાત કઈ દિશામાં આગળ વધશે તે આગામી સમયમાં માલુમ પડી શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે.

જૂનની શરુઆત પછી પણ વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે તેમણે ભારે આંધી-વંટોળની સાથે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

નોંધ : દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ) વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ . પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. જન અવાજ ન્યુઝ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *